જાફરાબાદનાં રોહીશામાં 70 ફૂટ ઉંડા કુવામાં દિપડો પડી જતાં રેસ્કયુ કરી દિપડાને આબાદ બચાવી લીધો

જાફરાબાદ,
જાફરાબાદ વન્યજીવ રેન્જ હેઠળના ટીંબી રિઉન્ડના રોહિસા ગામે તા/19/10/2023 ના રોજ બચૂભાઈ લાખાભાઇ બારૈયા ની વાડીના માલિકી ના કુવામાં વન્યપ્રાણી દીપડો પડી ગયો હોવાનું વાડી માલિકન જાણ થતાં તુરંત જ સ્થાનિક સ્ટાફને પોતાના કૂવામાં દીપડો પડી ગયો હોવાથી જાણ કરતા આર.એફ.ઓ. સહિત નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી સાઈડ સ્ટાર પીંજરું કુવામાં ઉતારી 70, ફૂટ ઉંડા કુવામાંથી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી દિલધડક રેસ્કયુ કરી દીપડાનો જીવ બચાવી લેવામાં આવેલ વધુમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પાણી વાળા ખુલ્લા કૂવામાં આ રીતે વન્યપ્રાણી પડેલ જોવા મળે તો વન્યપ્રાણી ને બચાવવા માટે કે આધાર માટે કશું આધાર ન હોય તો કાપવાના ચારે પાયા બાંધી ખાટલો કૂવામાં ઉતારી દેવાથી વન્યપ્રાણી ખાટલા ઉપર બેસી જાય છે જેથી ખાટલા ઉપર બેસી આરામ કરી શકે છે. અને તુરંત જ વનવિભાગને જાણ કરવી જેથી વન્યપ્રાણીઓ નો જીવ બચાવી શકાય વન્યપ્રાણીઓ માનવ જીવન માટે ખુબ જ મહત્વ ધરાવે છે. વન, પ્રયાવરણ તથા વન્યજીવોનુ રક્ષણ કરવું દરેક ની ફરજ સમજી સંરક્ષણ કરવું તેવી અપીલ વન વિભાગ તરફથી કરવામાં આવેલ