જાફરાબાદનાં વાઢેરા રોડ ઉપર આવેલ બગીચામાં જુગાર રમતા પાંચ ઇસમોનેે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ જાફરાબાદનાં વઢેરા રોડ ઉપર આવેલ બગીચામાં કેટલાક ઈસમો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા રાજુ ઉર્ફ શોભરાજ મુરાદભાઇ હસનાણી, રામુ નાગરભાઇ બારૈયા, જાવીદ ઉસ્માનભાઇ નરપાલી, જગદીશ નાનજીભાઇ બારૈયા, રામા સોમતભાઇ ભાલીયા ને રોકડા રૂા.51,020 તથા મોટર સાયકલ નંગ – 5 કિ.રૂા.1,30,000 તથા મોબાઇલ નંગ – 5 કિં.રૂા.2500 તથા ગંજીપત્તાના પાના નંગ-5, મળી કુલ કિં.રૂા.1,83,520 નો મુદ્દામાલ સાહિત્ય સાથે પકડી ધોરણસર કાર્યવાહી હાથધરી છે.