જાફરાબાદના ઉદ્યોગોને 600 કરોડનું નુકશાન

  • તાજેતરના તૌકતે વાવાઝોડાને કારણે ઠેર ઠેર ભારે નુકશાન : હજુ પણ માછીમારી બંધ
  • વાવાઝોડાને કારણે 150 બોટ ડુબી ગઇ : 200 બોટ ભયંકર ડેમેજ અન્ય 300 બોટમાં નુકશાન

રાજુલા,જાફરાબાદમાં તાજેતરના વાવાઝોડાને કારણે અંદાજિત 600 કરોડ ઉપરાંતનું નુકશાન થયુ છે જેમાં 150 બોટ સંપુર્ણ તુટી ગઇ છે અને 200 બોટ ભયંકર ડેમેજ થઇ છે 300 બોટમાં પણ નાનુ મોટુ નુકશાન છે જાફરાબાદ માછીમારોને છેલ્લા પાંચ વર્ષની પ્રગતિ પાછળ ધકેાઇ છે નુકશાનીનો અંદાજ કરવો પણ મુશ્કેલ છે. વહાણમાં પાણી ભરેલુ બોટના કટકા થયા ઉપરાંત જેટી પણ તુટી ગઇ છે વિજ પોલ મોબાઇલ ટાવર પડયા ઉપરાંત અનેક મકાનો ધરાશાયી થઇ ગયા છે આ વાવાઝોડાને કારણે માછીમારો સહિત આમ જનતાને ભારે આર્થિક નુકશાની થતા જ્યારે તેને બેઠુ કરવા જરૂરી બન્યો છે.