જાફરાબાદના કાગવદર નજીક અકસ્માતમાં વધુ એક પરિવાર વિંખાયો : મહિલાનું મોત

  • કોઇનું મૃત્યુ થાય તેવી બેદરકારી દાખવનાર હાઇવેના જવાબદારો સામે પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવો જોઇએ
  • માનવસર્જીત બેદરકારીને કારણે રાજુલાનો નેશનલ હાઇવે ગોજારો બની રહયો છે : મોટા માણસાની મહિલાનું ઘટના સ્થળે મોત : પતિ અને પુત્ર ગંભીર : પુર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઇ સોલંકી હોસ્પિટલે દોડી ગયા

રાજુલા,
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે હવે અકસ્માત માટે ગોજારો સાબિત થઈ રહ્યો છે સતત દિનપ્રદીન અકસ્માત ની ઘટના સામે આવી રહી છે અહીં અધૂરો નેશનલ હાઇવે અને સૂચન બોર્ડ અને ડીવાયડર ના અભાવે અકસ્માત વધી રહ્યા નું સ્થાનિકો માની રહ્યા છે આજે હિંડોરણા ભઠામા કામ કરતા મજૂર પરિવાર વતન માણસા ગામ જતા હતા ત્યારે જાફરાબાદ ના કાગવદર પાસે બાઇક અને બોલેરો નો અકસ્માત થતા માતા રમીલાબેન રમેશભાઈ કવાડ ઉંમર 35 રે મોટા માણસા ગામ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતુ જ્યારે પુત્ર પિયુષ રમેશભાઈ,અને પિતા રમેશભાઈ અરજણભાઈ કવાડ બંનેને ગંભીર ઇજા થતાં મહુવા હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે.ઘટના સ્થળે નાગેશ્રી પોલીસ દોડી ગઈ છે મહિલાનો મૃતદેહ રાજુલા હોસ્પિટલમાં આવ્યાના સમાચાર મળતા પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, કોળી સમાજ અગ્રણી બાલાભાઈ સાંખટ, સંજયભાઈ સાંખટ, કાનભાઈ વગેરે કોળી સમાજ યુવા કાર્યકરો મદદ માટે દોડી ગયા હતા અને અકસ્માત સર્જનાર સામે પોલીસ ફરીયાદ ની તજવીજ હાથ ધરી હતી જ્યારે અહીં રાજુલા ના કોવાયા ગામ નજીક બાઇક ચાલક ભરતભાઇ સામતભાઈ ખસિયા રહે રામપરા વાળા નું બાઇક સ્લીપ થતા મોત નીપજ્યું હતું અહીં પણ તપાસ માટે પીપાવાવ મરીન પોલીસ દોડી ગઈ હતી આમ સમગ્ર વિસ્તારમાં અકસ્માત માં 2 લોકો ના મોત થી શોક નો માહોલ જોવા મળ્યો હતો અહીં ભાવનગર નેશનલ હાઇવે પર સતત વધતા અકસ્માત મામલે પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી દ્વારા નેશનલ ઓથોરિટી ના અધિકારી ઓ ને તાકીદે ટેલિફોનિક સૂચના આપી રોડ જરૂરી સાઈડો ઉભી કરવા માટે સૂચના આપી છે જેથી અકસ્માત ની ઘટના ઘટી શકે સતત એકજ રોડ પર થતા અકસ્માત ના કારણે હીરાભાઈ સોલંકી એ પણ ચિંતા સાથે દુ:ખ વ્યક્ત કર્યું હતું.