જાફરાબાદના ચિત્રાસરથી ટીંબી જતો રસ્તો મરામત કરવા બાંધકામ અધિકારીઓને જોરદાર રજૂઆત કરતા સરપંચ

  • અગાઉ બાંધકામ મંત્રી સમક્ષ પુર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઇ સોલંકીએ પણ રજુઆત કરી હતી

જાફરાબાદ,
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકિનારે આવેલા ટીંબી ચિત્રાસર 10 કિલોમીટર રોડ ભયંકર બિસ્માર હાલતમાંહોવાથી લોકો ભારે હેરાન પરેશાન થતાં હોવાની ફરિયાદ ગામના સરપંચ બાંભણિયા છગનભાઈ ઉનડભાઈ એ રસ્તા અને માર્ગ વિભાગ અમરેલી તથા બાંધકામ મંત્રી ગાંધીનગર માજી ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી શહી ત ને પત્ર દ્વારા રજુઆત કરી છે કે આ વિસ્તારના મુસાફરો અને ગ્રામ્યજનો વડલી ભાડા કેરાળા રત્નકલાકારો હીરા ઘસવા માટે તેમજ ખરીદી કરવા માટે જાફરાબાદ તેમજ ટીંબી જવાનું હોવાથી રસ્તો ખરાબ હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે .
આ જોરદાર વરસાદમાં ભારે કારણે ફૂટના ગાબડા પડી ગયા છે તાત્કાલિક આ રોડ મરામત કરાવે તેવી માંગણી ગામના સરપંચ શ્રી છગનભાઈ બાંભણિયા એ પત્ર દ્વારા ઉરચકક્ષાએ કરી છે.