જાફરાબાદના ટીંબીથી ભાડા ગામે જવાના રસ્તે એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો

અમરેલી,
જાફરાબાદ તાલુકાના ટીંબી ભાડા ગામે જવાના રસ્તે જાફરાબાદના સચીન નાનજીભાઇ શિયાળને એલસીબી પો.કોન્સ.વિનુભાઇ બારેૈયાએ વેસપા જીજે 32 જે 2463 માં ઇગ્લિશ દારૂ ચાર બોટલ રૂા.180 તથા ઇગ્લિશ દારૂ 13 લી.રૂા.5200 તથા ટુવ્હિલર રૂા.50,000 રેડમી મોબાઇલ રૂા.12,000 મળી કુલ રૂા.67,380 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.