જાફરાબાદના દરિયામાં બોટમાંથી પડી જતા બે વ્યકિત ગુમ

અમરેલી,

જાફરાબાદ સામાકાંઠે નરસિંહભાઇ બાબુભાઇ બાંભણીયા ઉ.વ.38 લક્ષ્મીપ્રસાદ બોટમાં તા.11/3 ના માછીમારી માટે દરિયામાં ગયેલ અનેરાત્રીના આશરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન કોઇપણ સમયે અંધારામાં પેશાબ પાણી કરવા જતા પગ લપસી જવાથી દરિયામાં પડી ગયેલ અને ગુમ થયેલ હોવાનું નયનભાઇ ભગવાનભાઇ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં જાફરાબાદ સામાકાંઠે રહેતા નયનભાઇ રામજીભાઇ બારૈયા ઉર્ફે રામજી ખયા ઉ.વ.22 મા ગેલ અંબે નામની બોટમાં તા.10/3 ના માછીમારી કરવા માટે દરિયામાં ગયેલ ત્યારે વહેલી સવારના 4 વાગે અંધારામાં મછીમારીની જાળ છોડી પરત દરિયામાં મછીમારીની જાળ બાંધતા હતા તે દરમિયાન દરિયામાંથી ટીટુ લેવા જતા દરિયામાં પડી જતા પતો નહિં લાગતા ગુમ થયાનું પ્રકાશભાઇ સુકરભાઇ બારૈેયા એ જાફરાબાદ મરીન પોલીસમાં જાહેર કરેલ