રાજુલા,અમરેલી જિલ્લામાં 9 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતા વનવિભાગમાં દોડધામ મચી ગય છે જાફરાબાદ તાલુકામાં આવેલ દુધાળા ગામમા આવેલ વાડી વિસ્તારમાં એક સાથે9 જેટલા મોરના મૃતદેહ મળી આવતા વનવિભાગને જાણ કરતા જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ.સહિત વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને સ્થાનિક કેટલાક લોકોની પૂછ પરછ હાથ ધરી હતી અને 9 જેટલા રાષ્ટ્રીય પક્ષીઓના મોતથી પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે બીજી તરફ જાફરાબાદ વનવિભાગ દ્વારા મોરનો મૃતદેહ કબજે લઈ જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ડોકટર ટીમ દ્વારા તેમનું પી.એમ કરવામાં આવશે અને ત્યારબાદ રિપોટ આવ્યા બાદ ક્યાં કારણોસર મોરના મોત થયા છે તે નકી થશે હાલમાં વનવિભાગ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે મોર દ્વારા કોઈ ખોરાક ખવાયો છે કે કેમ? અથવા તો અન્ય કોઈ પાણી પીવાના કારણે મોત થયા છે કે કેમ સહિત અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છેજાફરાબાદ આર.એર.ઓ.વાઘેલાનો સંપર્ક કરતા કહ્યું 9 મોરના મોત થયા છે તેમનો મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ છે હાલ મોર નું પીએમ બાદ જાણી શકાશે ક્યાં કારણો સર મોરના મોત થયા .