જાફરાબાદના નાગેશ્રી પીએચસી સેન્ટર 1 કરોડ 31 લાખના ખર્ચે મંજૂર ટેન્ડર પ્રક્રિયાઓ પૂર્ણ થતા સરપંચે સરકારની કામગીરી બિરદાવી

રાજુલા,

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી પી.એચ.સી.સેન્ટર અતિ જર્જરિત હતુ છેલ્લે તાઉતે વાવજોડામાં પડી જવાના કારણે અન્ય જગ્યા ઉપર કામ ચલાવ ચાલી રહ્યું છે જેના કારણે અહીં આસપાસના 18 જેટલા ગામડાના લોકાએ અતિ મુશ્કેલી પડતી હતી ગામના ઉત્સાહી યુવા સરપંચ નરેન્દ્રભાઈ વરૂએ જિલ્લા કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,સાંસદ નારણભાઇ કાછડીયા,જીલા ભાજપ પ્રમુખ,વિધાન સભાના નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા,મુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી,આરોગ્ય સચિવ સુધી લેખિત રજુતાઓ કરવામાં આવી હતી ત્યારબાદ સરકાર દ્વારા 1 કરોડ અને 31 લાખ જેટલી રકમ આપી મંજૂરી મળ્યા બાદ હાલમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આવતા ટૂંકા દિવસોમાં આ કામગીરી શરૂ કરવામા આવશે જેથી નાગેશ્રી ગામના સરપંચએ રાજય સરકાર અને લોકપ્રતિનિધિઓની કામગીરી અંગે પ્રશંશા કરી પી.એચ.સી.સેન્ટરને અવકાર્યું હતું નાગેશ્રી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરૂએ જણાવ્યું પી.એચ.સી.સેન્ટર હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે ટુક સમયમાં કામગીરી શરૂ થશે અમારા વિસ્તારના લોકોને આરોગ્યની મોટી સુવિધા આપવા માટે ધારાસભ્ય, સાંસદ,નાયબ દંડક,જીલા પંચાયત ટીમ સહિત રાજય સરકારના પ્રતિનિધિઓએ ખૂબ અંગત રસ લઈ મોટી સુવિધા આપી છે આવતા દિવસોમાં નાગેશ્રી ગામને અને આસપાસના ગામદાને ખૂબ મોટો ફાયદો થશે.