રાજુલા,
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીનો આતંક ફરી સામે આવ્યો વારંવાર દીપડાના આતંકના બનાવો વધતા વનવિભાગમાં દોડધામ મચી છે સ્થાનિકોમાં ફરી ભયનો માહોલ ઉભો થઈ રહ્યો છે મોડી રાતે વધુ એક ઘટના સામે આવી છે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધા કુરીબેન સામતભાઇ જાદવ ઉ.60 રાત્રીના સમયે દીપડો આવી ચડતા માથાના ભાગે હુમલો કરતા ઘટનાની જાણ જાફરાબાદ રેન્જ વનવિભાગને થતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી વૃદ્ધાને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડયા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી સમગ્ર ઘટનાની જાણ જાફરાબાદ રેન્જમાં આર.એફ.ઓ.જી.એલ.વાઘેલાની ટીમ દ્વારા દીપડાનું લોકેશન લઈ પકડવા માટેની કવાયત હાથ ધરી મોડી રાતે દીપડાને પકડવા અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે સ્કેનિંગ ચાલી રહ્યું છે દીપડો હુમલો કરી ક્યાં વિસ્તારમાં ગયો છે તેને લઈ સિમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે દીપડાના હુમલાને લઈ વાડી વિસ્તારમાં ખેત મજૂરોમાં ભય છવાયો છે.3 દિવસ પહેલા રાજુલાના કાતર ગામ નજીક બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો હાલમાં દીપડાને પકડવા એક ટીમ પાંજરા ગોઠવી કામગીરી ચાલી રહી છે ત્યાં નાગેશ્રી ગામમાં દીપડાએ હુમલો કરતા બે ઘટનાને લઈ રાજુલા જાફરાબાદ બંને રેંજની અલગ અલગ ટીમો દીપડાને પકડવા દોડધામ કરી રહી .