જાફરાબાદના પાંચ ગામો દસ દિવસથી પાણી વિહોણા

રાજુલા,
જાફરાબાદ તાલુકાના સરોવરડા કોળી કંથારીયા ખાલસા કંથારીયા સહિતના ગામોમાં મહિ પાઇપલાઇનનું પાણી આપવામાં આવતું હતું અને તે પાણી બારપટોળીના ટાંકા માંથી આ ગામડામાં ફરવાતું હતું પરંતુ ગમે તે થયું છેલ્લા દસ દિવસથી મહીનું પાણી સંપૂર્ણ બંધ થઈ ગયું છે અને કહેવાય છે કે ઓફિસના અધિકારી ની સંડોવણી હોય તેમ અમુક લોકોએ પાઇપલાઇન માંથી ડાયરેક્ટ પાણી પણ લઈ પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી હાલ લોકો પાણી માટે ખૂબ જ હેરાન પરેશાન થાય છે સ્થાનિક અધિકારીને અવારનવાર ફોન દ્વારા રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન ઉકેલ આવ્યો નથી જેને કારણે આ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યોએ રજૂઆત કરી તાત્કાલિક મહીનું પાણી નવી બારપટોળી સરોવરડા કોળી કંથારીયા ખાલસા કંથારીયા માં નિયમિત આપવામાં આવે તેમજ ત્રણેક ગામોની અહીં જે વાલ ખોલવા વાળો માણસ મુકવામાં આવ્યો છે તે પણ નિયમિત આવતો ન હોય લોકોના ફોન પણ ઉપાડતો ન હોય જેને કારણે પાણી હોવા છતાં ત્યારે ખોલતા નથી જેથી વાલ મેન પણ નિમિત થાય તેવી રજૂઆત પાણી પુરવઠા બોર્ડ અને હીરાભાઈ સોલંકી ને ગ્રામ્ય જનમોએ પણ કરી