જાફરાબાદના પીપળીકાંઠામાં ઝુંપડપટીમાં આગ : ઝુંપડુ બળીને ખાખ

જાફરાબાદ,

જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં આગનો બનાવ બનેલ છે.તલાવડી વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.આગ લાગવાનુ કારણ જાણવા મળેલ નથી મચ્છી રાખવાના ઝૂંપડામાં આગ લાગતા સર સામન બળીને ખાખ થઇ ગયા હતા ઝૂંપડું થોડી જ વારમાં બળીને ખાખ થઇ ગયું હતુ ઘટનાની જાણ થતા સ્થાનિક જાફરાબાદ નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી અંદાજીત સાતથી આઠલાખનું નુકશાન થયું છે. કોઈ જાન હાનિ થઇ નથી.