રાજુલા,
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથકને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે દિવસે દિવસે કાળ મુખો બની રહ્યો છે અને અકસ્માત સતત વધી રહ્યા છે ગઈ કાલે બપોર બાદ આ જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામ નજીક બાઇક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હિંડોરણાના યુવક નું મોત થયુ હતુ અને 24 કલાક માં ફરી આજે બીજા અકસ્માતના સમાચાર આવ્યા છે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક બોલેરો કાર અને બાઇક (બુલેટ) સાથે અકસ્માત સર્જાયો છે જ્યારે અહીં બોલેરો કાર રાજુલા તરફ થી નાગેશ્રી તરફ જતી વખતે આ કાર ચાલક દ્વારા બાલાનીવાવ ગામ તરફ વાળવા જતા પાછળથી બુલેટ બાઇક પુર પાટ સ્પીડે આવતા હોવાને કારણે 1 વ્યક્તિ નું ઘટના સ્થળે મોત નીપજયું અન્ય 1 ને ઇજા થવા પામી છે જેમાં મૃતક શૈલેષભાઇ ધરમસિભાઈ ભીલ વર્ષ 18 ગામ સથરા તાલુકો તળાજા, સાથે એક વ્યક્તિ ને ઇજા પણ થઈ છે તેમને વધુ સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા છે જોકે આ અકસ્માત અહીં સતત વધતા હોવાને કારણે આજે આસપાસના ગામ લોકો પણ મોટી સંખ્યામા દોડી આવ્યા હતા અને નેશનલ ઓથોરિટી સામે રોષ વ્યકત કર્યો હતો.