જાફરાબાદના બાલાની વાવમાં 52.87 લાખની ખનીજ ચોરી ઝડપાઇ

ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઇવે રોડનું કામ કરતી એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. સામે નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

ખનીજ વિભાગે દરોડો પાડી સરકારી જમીનમાંથી 24404.9 મેટ્રીક ટન સાદી માટીની ખનીજ ચોરી ઝડપી લઇ પગલા લીધા

અમરેલી,જાફરાબાદના બાલાની વાવ સરકારી પડતર જમીનમાંથી 21404.9 મેટ્રીક ટન સાદી માટી અંદાજિત કિંમત 52.87 લાખની ચોરી બાબતે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઇવેનું કામ કરનારી એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. સામે નાગેશ્રી પોલીસ મથકમાં ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવી છે આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર નાગેશ્રી પંથકના ગૌચરમાંથી બેફામ ખનીજ ચોરી થવા અંગે અવધ ટાઇમ્સ દૈનિકમાં તા.22-5-20 ના રોજ અહેવાલ પ્રસિધ્ધ થયેલ તેની નોંધ લઇ ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રાજુલા જાફરાબાદ નાગેશ્રી પંથકના સરકારી ગૌચરમાંથી ખનીજ ચોરી અંગે અધિક નિયામક ગાંધીનગરને રજુઆત કરેલી તેથી જાગી ઉઠેલા તંત્રએ તુરત જ ચેકીંગ ટીમો મોકલી હતી જાફરાબાદના દુધાળા રાજુલાના જુના બારપટોળી ખાંભાના નાના બારમ ણ, ગામની તપાસ કરતા સાદી માટીનું ખનીજ વહન જોવા નહોતુ મળ્યુ પરંતુ બાલાની વાવમાં સાદી માટી ખોદકામ કરી ખનીજનો ઉપયોગ કોસ્ટલ સોમનાથ ભાવનગર નેશનલ હાઇવેના કામમાં ઉપયોગ કરતા હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ બાલાની વાવના સરપંચ દ્વારા જણાવાયુ કે આ ખોદકામ ગૌચર વિસ્તારમાં આવતુ નથી સ્થાનિકે તા.30-5-20 ના રોજ સ્થળ તપાસ કરનાર જોવા મળેલ ખાણ કામની માપણી પંચ રૂબરૂ કરવામાં આવેલ આ બાબતે કચેરીના રેકર્ડ ઉપર ખરાઇ કરતા બાલાની વાવ ગામના સર્વે નં.59 અ પૈકી 1 (નવો સર્વે નં.10) વિસ્તાર બે હેકટરમાં એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. કંપનીને પાંચ હજાર મેટ્રીક ટન સાદી માટી ખનીજની કવોરી પરમીટ તા.29-2-20 થી મંજુર કરવામાં આવેલ આ પરમીટની મુદત પુર્ણ થતા એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના મેનેજર ગૌતમ પુર્ણચંદ્ર દતા દ્વારા બતાવવામાં આવેલ વિસ્તારની રૂબરૂમાં ડીએમ મશીન દ્વારા માપણી કરવામાં આવેલ માપણીનો નકશો તૈયાર કરતા કંપની દ્વારા મંજુર કરાયેલ કવોરી પરમીટ વાળા વિસ્તારથી 300 મીટર દુર પરમીટ મંજુર થયાના અલગ વિસ્તારમાંથી સાદી માટી ખનીજનું ખોદકામ કરી ઉપયોગ કર્યાનું જાણવા મળેલ એજ રીતે બાલાની વાવ સર્વે નં.5959 પૈકી 1 માં પણ મંજુર કરાયેલ પરમીટના ઓઠા હેઠળ કંપની દ્વારા સર્વે 59 બ માં કુલ 2.14.04.90 મેટ્રીક ટન સાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરી વહન કરી રોડના કામમાં ઉપયોગ કરેલ નિતી નિયમો મુજબ સાદી માટી ખનીજના 37.45.858 રૂપીયા અને અલગથી મળી કુલ 52.87.011 રૂપીયાની કિંમત થાય તેની વસુલાત કરવા 18-7-20 ના રોજ નોટીસ આપેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટર રોયતસિંહ રાયસિંહ જાદવ અમરેલીએ ગૌતમ પુર્ણચંદ્ર દતા, નીરજ અગ્રવાલ અને અન્ય સામે ફરિયાદ નોંધાવી છે તેમ જણાવ્યુ છે.