જાફરાબાદના મધ દરિયે બોટ ડૂબી ગઈ

રાજુલા,હવામાન વિભાગ દ્વારા અતિ ભારે 3 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી આપતા વરસાદ અને પવનની સ્પીડ વધી હતી અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જાફરાબાદ બંદરથી 10 નોટિકલ માઈલ દૂર જાફરાબાદના શંકરભાઇ કાનાભાઈ બારૈયાની બોટ નામ મા ચામુંડા નામની બોટ નંબર જી.જે.14 એમ એમ 1517 પવની ગતિ વધતા બોટ ડૂબી હતી જેમાં સવાર 8 ખલાસી ઓને અન્ય બોટો દ્વારા બચાવી લેવાયા છે જેના કારણે મચીનારો એ રાહતનો શ્વાસ લીધો છે બીજી તરફ આ વિસ્તારમાં દરિયા કાંઠે પવનની સ્પીડ હજુ વધી રહી છે અને બોટો મધ દરિયામાં હોવાને કારણે ભારે ચિંતા જોવા મળી રહી છે ઘટનાની જાણ થતા આ વિસ્તારના પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકી પણ બંદર પર માછીમારો પાસે દોડી ગયા હતા અને માછીમારોની રજૂઆતો સાંભળી હતી ત્યારબાદ હીરા સોલંકી દ્વારા પણ સમગ્ર નુકસાન અંગે મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક વાતચીત કરી રજૂઆતો પોહચાડી હતી.