અમરેલી,
જાફરાબાદના રોહીસા ગામે વાડીમાંથી ખેતીવાડીની વસ્તુઓનીે ચાર શખ્સો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા જાફરાબાદ પોલીસે ગણત્રીના કલાકોમાં જ ચોરીના તમામ મુદામાલ સાથે મુખ્ય આરોપીને પકડી પાડયો હતો.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, રોહીસા ગામે પાટીયુ વિસ્તારમા હસમુખભાઇ લખમણભાઇ મોડાસીયા ઉ.વ.61 ધંધો.નિવૃત રહે.રોહીસાની વાડીમાં પ્રવેશી માયાભાઇ કલાભાઇ વાઘેલા, રાધીબેન માયાભાઇ વાઘેલા, ભાનુબેન માયાભાઇ વાઘેલા, મનાભાઇ ગીગાભાઇ બાંભણીયાએ ફોરેસ્ટ વિભાગ દ્વારા સબસીડીથી મળેલ મેડો આશરે કિ.રૂ.24000/- નો તોડી પછાડી મેડાની ઉપર રાખેલ સોલાર પ્લેટ તથા તાળુ તોડીને મેડામા રાખેલ સોલાર કંટ્રોલર તથા ઇન્ટરનેટ મોડેમ તથા સોલાર બેટરી તથા સીસીટીવી કેમેરો-1 જે તમામ આશરે કિ.રૂ.6500/- મળી કુલ રૂ.30,500/- ના સર-સામાનની ચોરી કરી હતી અને એટલુ જ નહી પણ આ સામાન બળદ ગાડામા ભરી લઇ જઇ હસમુખભાઇનીે જમીનમા રહેણાંક તથા સામાન મુકવા માટે રાખેલ કંટેનર ઓફીસ ઉચકી પછાડી દઇ અને બારી બારણા તોડી તેમા ઇલેકટ્રીક સામાન તેમજ ઇલકેટ્રીક મીટર વિગેરે મળી આશરે કુલ રૂ.10,000/- નુ નુકશાન પણ કર્યુ હતુ.ચોરી કરી નુકસાન કરી ત્રાસ થાય તેવી આ કરતુતો ત્યા રાખેલ કેમેરામાં કેદ થઇ જતા ખબર પડી હતી કે કોણે ચોરી કરી છે જેથી તેમના નામ સાથે ફરિયાદ નોંધાતા જાફરાબાદ મરીન પોલીસના પીએઆઇ શ્રી જે.એલ.ઝાલા એ ગુનો દાખલ કરી અને મુખ્ય આરોપી માયા વાઘેલાને ચોરીના મુદામાલ સાથે પકડી પાડયો હોવાનુ શ્રી ઝાલાએ જણાવ્યું