જાફરાબાદના લુણસાપુરમાં કંપની સામે વિરોધ પ્રદર્શન

રાજુલા,
અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં આવેલ સીંટેક્ષ કંપની આવેલી છે અહીં નાગેશ્રી ગામના ખેડૂત અલગ અલગ ત્રણ વ્યક્તિઓ ખાતેદાર છે આ જમીન ટોચ મર્યાદાની હતી અને કંપની દ્વારા તેમના ઉપર દબાણ હાલ કર્યા હોવાનો દલિત સમાજના લોકો દ્વારા આક્ષેપ લગાવ્યો હતો અરજદારો દ્વારા સ્થાનિક અને વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કર્યા બાદ હાઇકોર્ટ સુધી મામલો પોહચ્યો હતો અને ત્યારબાદ કલેકટરએ નિરાકરણ લાવવા કહ્યું હતુ અને આખો વિવાદ કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે આજે થોડીવાર માટે મામલો ઉગ્ર બન્યો હતો આ ઘટનામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ડી.વાય.એસ.પી.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
જોકે થોડીવાર માટે કંપની પોલીસ છાવણીમાં ફેરવાય હતી આશરે 80 વિઘા ઉપરાંત જમીન આવેલ છે આખો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો અહીં દલિત સમાજના અગ્રણી વાઘજીભાઈ જોગદીયાની આગેવાની હેઠળ મહિલાઓ સહિત સીંટેક્ષ કંપની સામે સુત્રોચાર સાથે કંપનીમાં ઘુસી જમીન જાતે ખાલી કરાવવાની માંગ કરી હતી જોકે પોલીસનો મોટો કાફલો ગેટ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના કારણે લોકોના ટોળા અંદર ઘુસ્યા ન હતા જોકે કંપનીના સંચાલક અમિત પટેલ વિરુદ્ધ હાય હાયના નારા લગાવી સીંટેક્ષ કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જોકે સીંટેક્ષ કંપની સાથે મીડિયાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મીડિયાને કય પણ કહેવા ઇનકાર કરી દીધો હતો.