જાફરાબાદના લુણસાપુરમાં સિંહની પજવણી કરનાર ત્રણ આરોપીઓના જામીન નામંજુર

જાફરાબાદ,
જાફરાબાદના લુણસાપુર ગામે રેવન્યુ વિસ્તારમાં થોડા સમય પહેલા સિંહની પાછળ જેસીબી દોડાવી સિંહની પજવણી કરતા હોય અને સિંહને મારણ પરથી હટાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેથી જાફરાબાદના આરએફઓ જી.એલ. વાઘેલા અને ટીમ દ્વારા સઘન તપાસ કરાતા જાફરાબાદ બીટમાં આવેલા લુણસાપુર ગામે રેવન્યુ વિસ્તારમાંથી આરોપી મનોજ જોધાભાઇ વંશ, શુભમ ભગેલુ પ્રજાપતી, રાના માનીક કાલીતાએ ગુનો કરેલ હોય જેથી અટક કરેલ અને આરોપીઓ સામે વાઇલ્ડ લાઇફ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરીને જાફરાબાદ કોર્ટમાં રજુ કરેલ જેથી જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી અભિષેક સાહુની કોર્ટમાં આરોપીને રજુ કરેલ જેમાં આરોપીએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરેલ તે જામીન અરજીનો વિરોધ કરતા એપીપી ડી.બી. ગાંધીએ જણાવેલ કે આરોપીએ લુણસાપુર ગામે રેવન્યુ વિસ્તારમાં સિંહની પાછળ જેસીબી ગાડી દોડાવીને પજવણી કરી મારણથી દુર કરેલ છે અને તેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કરેલ છે સિંહ શીડયુલ એકટ મુજબ આરક્ષીત પ્રાણી છે તેની પજવણી કરવી પણ તેના શિકાર સમાન છે આવી વ્યક્તિને જામીન આપવામાં આવે તો આવા બનાવ વધુ બને તેમ હોય અને સમાજમાં ખોટો સંદેશ જાય તેમ હોય જેથી જામીન આપી શકાય નહી સરકાર પક્ષે દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધેલ અને આરોપીઓને જેલમાં મોકલી આપેલ. વધુમાં જાફરાબાદ આરએફઓ શ્રી જી.એલ. વાઘેલા અને તેની ટીમે ગુનામાં વપરાયેલ જેસીબી તથા મોબાઇલ પણ કબ્જે કરેલ છે સરકાર પક્ષે એપીપી ડી.બી. ગાંધી રોકાયા હતા.