જાફરાબાદના લોઠપુરની સીમમાં પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો

  • ખાંભાના જીવાપરના શખ્સે અવાર નવાર શરીર સબંધ બાંધ્યાની ફરિયાદ

અમરેલી,
રાજુલાના જાફરાબાદ રોડ પર રહેતી પરિણીતાને લોઠપુર ગામની સીમમાં ખાંભા તાલુકાના જીવાપર ગામના સંજય હિંમત ધાખડાએ મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક અવાર – નવાર શરીર સબંધ બાંધીને બળાત્કાર ગુજારી આ બાબતની જો કોઇને જાણ કરીશ તો સમાજમાં બદનામ કરી પતિ અને દિકરીને મારી નાખવા ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.