જાફરાબાદના લોઠપુરમાં ટ્રેકટરે બાઇકચાલકને હડફેટે લેતા ઇજા

અમરેલી, જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે વાંકા બાવળની આગળ પાનના ગલ્લા પાસે હરજીભાઇ કાનાભાઇ સોલંકી ઉ.વ.34 તેમની દિકરીને લઇને પુસ્તક લેવાનું હોય જેથી ગયેલ ત્યારે બાઇક સાઇડમાં રાખી ઉભા હતા ત્યારે રાજુલા તરફથી આવતુ અજાણ્યુ રેતી ભરેલ ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે ભટકાવી બંને પગમાં ગંભીર ઇજા કર્યાની જાફરાબાદ પોલીસમાં ફરિયાદ