જાફરાબાદના લોઠપુર પાસે ટ્રકચાલકે અડફેટે લેતા કાકા-ભત્રીજાના મોત

રાજુલા,
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ પાસે ટ્રકચાલકે અડફેટે લેતા કાકા-ભત્રીજાનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળતા લોકો રસ્તા પર દોડી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલમાં ડોકટરની હડતાળ હોય મૃતકોના પોસ્ટમોર્ટમ કરવામાં વિલંબ થયો હતો જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ પાસેથી તુલસીભાઈ કાના ભાઈ સોલંકી અને તેનો એક વર્ષની ભત્રીજો પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકચાલકે બંનેને અડફેટે લઈ મોત નિપજાવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ ગ્રામજનો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ સ્પીડબ્રેકર મુકવાની માગ સાથે ચક્કાજામ કર્યો હતો. જો કે, એક કલાકના ચક્કાજામ બાદ સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ટ્રકચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ,જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ સહિત સ્થાનીક અગ્રણીઓ દોડી ગયા આવ્યા હતા ડોકટરોની હડતાળના કારણે પોસ્ટમોર્ટમ થવામાં વિલંબ થયો
પી.એમ માટે મૃતકોને જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતું ડોકટરોની હડતાળ ચાલતી હોવાને કારણે અહીં ડોકટરો હાજર નહિ હોવાને કારણે મૃતકની બોડી કલાકોથી રઝળી રહી છે. ઘટનાની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. ડોકટરો ન હોવાથી જિલ્લા કલેકટર અને પ્રભારી મંત્રી ને ટેલિફોનિક રજુઆત કરી પી.એમ તાત્કાલિક કરવાની રજુઆત કરી હતી.હીરાભાઈ સોલંકી એ કહ્યું હું ઘટનાની જાણ થતા તુરંત દોડી ગયો અને હડતાળના કારણે ડોક્ટરોન હતા થોડીવાર માટે મૃતકના પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારબાદ આરોગ્ય મંત્રી અને કલેકટર સહિત પદાઅધિકારીઓ સાથે વાત કરી અન્ય વિસ્તાર માંથી ડોકટરો બોલાવી પી.એમની કાર્યવાહી શરૂ કરી છે.