જાફરાબાદના વાંઢ ગામે રહેતા યુવાનનું ઝેરી દવા પી જતા મોત

  • જિંદગીથી કંટાળી યુવાને લીધેલુ પગલું : સારવાર દરમિયાન મોત

અમરેલી,
જાફરાબાદના તાલુકાના વાંઢ ગામે રહેતા મહેશભાઇ પાતાભાઇ ગુજરીયા ઉ.વ.22 જીંદગીથી કંટાળી જઇ ઝેરી દવા પી જતા યુવાનને પ્રથમ રાજુલા-મહુવા બાદ વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ જ્યા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું દિલીપભાઇ મોહનભાઇ ગુજરીયાએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.