જાફરાબાદના વાંઢ ગામ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત

અમરેલી,
જાફરાબાદના લુણસાપુર ગામના ટીડાભાઇ નાજાભાઇ જાદવ ઉ.વ.42 ના કુટુંબી ભત્રીજા અરવિંદ અજાભાઇ જાદવના બાઇક જી.જે.07.એ.એચ.2898 સાથે ટ્રક નંબર જી.જે.10 ઝેડ.8625 ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી દિકરા ગોપાલને ગંભિર ઇજા કરી મોત નિપજાવી ભત્રીજા અરવિંદભાઇને ઇજા કરી અકસ્માત સર્જીને ચાલક ટ્રક મુકી નાસી ગયાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.