જાફરાબાદના સાગરખેડૂને કરોડોનું નુકસાન

  • સાગર ખેડુઓને 1 ઓગસ્ટથી મંજુરી મળ્યા બાદ દરિયામાં ગયા પણ ઉપરાછાપરી ત્રણ વાવાઝોડા આવ્યા
  • વાવાઝોડાને કારણે કિંમતી ડીઝલ બગાડીને માછીમારોએ બંદરમાં પરત આવવુ પડયુ : ફરીથી ડીઝલ બરફ લઇ ફીશીંગ કરવા ગયા

રાજુલા,સાગર ખેડુઓએ 1 ઓગસ્ટથી મંજુરી મળ્યા બાદ દરિયામાં ગયા પણ ઉપરાછાપરી ત્રણ વાવાઝોડા આવ્યા હતા અને જાફરાબાદના સાગરખેડૂને કરોડોનું નુકસાન થયાનું પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન વતી કનૈયાલાલ સોલંકીએ જણાવ્યુ છે વધુ માં એવુ પણ જણાવ્યુ કે સાગરખેડૂ ઓની કફોડી હાલત થઈ છે એક બાજુ કોરોના ને કારણે અને બીજી બાજુ વાવાઝોડા અને વરસાદ તેમજ દરીયો તોફાની થવાના કારણે.. કોરોના નો લાંબો સમય ઘંઘા રોજગાર બંધ રાખી ને માંડ માંડ ઘંઘા ચાલુ કર્યો તા..1/8/20 થી સરકાર દ્વારા મંજૂરી મર્યા બાદ માછીમારો દરિયામાં જવા રવાના થયા ત્યાં ઉપરા છાપરી ત્રણ ત્રણ વાવાઝોડા આવ્યા આને કારણે કિંમતી ડિઝલ બગાડી અને બંદરમાં પરત આવવું પડ્યું .. ફરીથી ડીઝલ બરફ લયી અને ફીસીગ કરવા ગયા .. જાફરાબાદ, રાજપરા, શિયાળબેટ, નવાબંદર બુબલા મચ્છી ની ફીસીગ કરવા મા આવેછે આ મચ્છી ને સુકવીને બંડલ બનાવી ને વેચાણ કરવામાં આવેછે વરસાદ ના કારણે બુમબલા મચ્છી બગડી જાય છે તેને મજુરી આપી દરીયા મા ફેંકવામાં આવે છે..આવી રીતના ત્રણ થી ચાર વખત રાઉન્ડ થવાથી અત્યાર સુધીમાં ફક્ત જાફરાબાદ બંદર મા 150 થી 200 કરોડ રૂપિયા નું નુકસાન થયું છે.આજના વરસાદથી પણ કરોડોનું નુકસાન થયું છે અવાર નવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને તેમજ મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જવાહરલાલ ચાવડા સાહેબ ને પણ લેખીત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ તેમ છતાં માછીમારોને કોઈ પણ જાતની સહાય આપવામાં આવેલ નથી .. પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી દ્વારા આવી રજુઆતો વષોથી કરવામાં આવેછે તેમજ રૂબરૂમાં પણ રજુઆત કરવામાં આવેછે કે માછીમારોને સહાય રૂપે પેકેજ આપવામાં આવે પરંતુ આજસુધી માછીમારો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે.. સરકારને મારી નમ્ર વિનંતી છે કે માછીમારોને બચાવવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે જેથી માછીમારોને થોડી રાહત થાય ખેડૂતો ને નુકસાન થાય છે તે સત્ય છે પરંતુ માછીમારી નો ઘંઘો તો જાનને જોખમમાં મૂકી દરીયા સામે બાથ ભીડવાનો છે ..તેમાં વષોથી અનેક માછીમારો દરીયામા મૃત્યુ પામેછે આને તેમની લાશ ના અંતીમ સંસ્કાર પણ કરી શકાતા નથી .. સરકાર દ્વારા ક્યારેય તાત્કાલિક અસરથી સહાયતા મળતી નથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા ઘણાં સારા કામો થાયછે તેમાં જો માછીમારોને પણ તાત્કાલિક અસરથી સહાયતા આપવામાં આવે તો માછીમારોને ઘણી રાહત મળશે તેમ બોટ એસો. દ્વારા જણાવાયુ છે.