જાફરાબાદના હેમાળની બાળકી કિંજલને મારી નાખનાર દીપડાને પાંજરે પૂર્યા બાદ મૃતક પરિવારના ઘરે ડીસીએફ નિશા રાજ પહોંચ્યા

અમરેલી,
અમરેલી જિલ્લા માં દિનપ્રતિદિન દીપડા દ્વારા બાળકો અને પરિવાર ખેડુત પર હુમલા ની ઘટના વધી રહી છે ત્યારે 2 દિવસ પહેલા જાફરાબાદ તાલુકા ના દુધાળ ગામ ના વતની મજુર અરજણભાઈ ની પુત્રી કિંજલ સહીત પરિવાર હેમાળ માં ખેત મજૂરી માટે રહેવા ગયો હતો નાનકડું મકાન બાવળ ની કાટ આસપાસ હોવાને કારણે અહીં દીપડો રાત્રી ના સમયે આવી ચડ્યો અને 3 વર્ષ ની બાળકી કિંજલ ઉપર હુમલો કર્યો હતો ત્યાર બાદ બાળકી કિંજલ નું મોત થયું મોડી રાતે વનવિભાગ દોડી આવતા સ્થાનિક ગ્રામજનો એ હોબાળો બચાવી ફોરેસ્ટર ને માર પણ માર્યો હતો ત્યાર બાદ વનિવભાગ દ્વારા પાંજરા ગોઠવી ઓપરેશન હાથ ધર્યું હતું અને ગત રાતે દીપડો પાંજરે પુરી દેવાયો છે.
આ ઘટના ની ગંભીરતા દાખવી પાલીતાણા ડીવીજન ના ડી.સી.એફ નિશા રાજ દોડી આવ્યા પ્રથમ દુધાળા ગામ કિંજલ ના પરિવાર પિતા અરજણભાઈ ના ઘરે પોહચી કિંજલ ના મોત મામલે સૌરાષ્ટ્ર ગામડા ની પરંપરા મુજબ નીચે બેસી દુ:ખ વ્યકત કર્યું અને આખી ઘટના ની માહિતી તેમના પીતાં અને પરિવાર પાસે થી મેળવી હતી.
અને પરિવાર માં આ નાનકડી કિંજલ ને દીપડા ને મોત ને ઘાટ ઉતારી દેતા ભારે શોકમય માહોલ હતો જેથી ઘભખ નિશા રાજ પણ આખી ઘટના સાંભળી દ્રવી ઉઠ્યા હતા અને મૃત્યુ પામનાર ની મોટી બહેન દોડી આવી અને તેમના પિતા પાસે બેસી ગઈ હતી ત્યાર બાદ તેમની મોટી બહેન બોલી હું વાસણ લેતી હતી ત્યારે મારી બહેન ને દીપડો લઇ ગયો આ શબ્દો સાંભળી ખુદ ઘભખ નિશા રાજ આ મોટી બહેન ને ભેટી ગયા હતા અને દુ:ખ પ્રત્યે સાંત્વના પાઠવી હતી ડી.સી.એફ આશરે આ પરિવાર ના નિવાસ સ્થાને 30 મિનિટ કરતા વધુ સમય બેસી પુરી માહિતી મેળવી હતી અને વનવિભાગ દ્વારા લાખ નો મૃતક ના પરિવાર વળતર માટે નો ચેક આપ્યો હતો ત્યાર બાદ અહીં થી જે ઘટના પર ઘટના બની હતી તે સ્થળ પર ડી.સી.એફ અને સ્થાનિક વનવિભાગ ના આરએફઓ સહીત સ્ટાફ પોહ્ચ્યા હતા અને ઘટના સ્થળ પર કેવી રીતે ઓપરેશન હાથ ધર્યું દીપડા ને કેવી રીતે પાંજરે પૂર્યો તેની વિગત મેળવી અને સ્થાનિક જાફરાબાદ રેન્જ ના અધિકારી ઓ ને કડક સૂચના આપી હતી.
હજુ પણ આ વિસ્તાર માં દીપડા નો વસવાટ છે તો પાંજરા હજુ યથાવત રાખો અન્ય દીપડા ની હિલચાલ જોવા મળે તો દીપડા ને પકડી પાંજરે પુરી દયો આ પ્રકર ની સૂચના અપાય હતી.