જાફરાબાદની જેટી પર સાઈકલોન અંતર્ગત મોકડ્રિલ યોજાઇ

  • રાજુલાના પ્રાંત અધિકારી સહિતની ઉપસ્થિતીમાં મોકડ્રિલનું આયોજન

રાજુલા,
જાફરાબાદ શહેર ની જેટી પર સાઈકલોન અંતર્ગત શઘઇખ ની ટીમ દ્વારા મોકડ્રિલ યોજવા મા આવી હતી અહીં જાફરાબાદ ની જેટી પર અને દરિયા કાંઠે મોકડ્રિલ વહેલી સવારે યોજી હતી રાજુલા પ્રાંત અધિકારી ના અધ્યક્ષસ્થાને યોજાય હતી જેમા પ્રાંત અધિકારી મામલતદાર ટીમ,ફાયર ટીમ,પાલિકા ટીમ,આરોગ્ય વિભાગ ની ટીમ પોલીસ કર્મી ની ટીમ વિવિધ વિભાગ ની ટીમો જોડાય હતી આમ તો આખુ પ્રશાશન જોડાયુ હતુ જવાબદાર ઓફિસરો અધિકારી ઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને સફળતા પૂર્વક મોકડ્રિલ યોજી હતી અને વિવિધ પ્રકાર ની જાણકારી પણ આપી હતી