જાફરાબાદમાં આજે બપોર પછી વેપારીઓ બંધ પાળશે

રાજુલા,
જાફરાબાદમાં બિપરજોય વાવાઝોડાને કારણે આજે વાવાઝોડ જમીન સાથે ટકરાવવાની પુરતી શક્યતા હોવાથી તેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાનમાં થાય તેવી શક્યતાઓને કારણે લોકોની સુખાકારી, સલામતી માટે જાફરાબાદનાં તમામ નાના મોટા વેપારીઓ બપોરનાં 1 વાગ્યાથી પોતાના કામ ધંધા, રોજગાર બંધ રાખશે તેમ જાફરાબાદ વેપારી એસોસીએશન દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું .