રાજુલા,
હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી ને લઈ માછીમારો ને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાય છે જેને લઈ 600 ઉપરાંત બોટો અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર લંગારી દેવાય છે જેના કારણે મોટાભાગના તમામ માછીમારો વતન આવી ગયા છે જ્યારે 1 બોટ લાપતા થઈ છે. જાફરાબાદના જેન્તીભાઈ દેવાભાઈ સોલંકીની ઓમ નમોસિવાય નામની બોટ નંબર જી.જે.14 એમ એમ 1075 બોટ સાથે 8 જેટલા ખલાસી સવાર હતા અને માછીમારી કરવા ગયા હતા તેંમનો હજુ સુધી કોઈ કોન્ટેક નથી થયો બોટ સંપર્ક વિહોણી થઈ છે માછીમાર પરિવારો ચિંતાતુર બન્યા છે જ્યારે તમામ બોટો આવી પોહચી છે અને એક બોટ નહિ આવતા સમગ્ર બંદર પર ચિંતા નું મોજું ફરી વળ્યુ છે માછીમાર એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડ ને જાણ કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેની શોધખોળ શરૂ કરી આ ઉપરાંત જાફરાબાદની એક બોટ દ્વારા પણ શોધખોળ શરૂ કરી આ ઉપરાંત આસપાસના તમામ બંદર પર પણ તપાસ કરાઇ છે