જાફરાબાદમાં ઘરેથી ગામમાં જવાનું કહી નિકળેલ યુવાનની લાશ મળી

અમરેલી,
જાફરાબાદમાં શીવાભાઇ કરશનભાઇ બારૈયા ઉ.વ.26 રહે.જાફરાબાદ ધંધો માછમારી તા.25નાં સાંજના 6 વાગ્યે માતા કાળીબેનને ગામમા જવાનું કહી જતો રહેલ. તેની લાશ ગામમાંથી મળી આવતા પીએમ માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવની તપાસ હે.કોન્સ.બીએમ વાઘેલા તપાસ ચલાવી રહ્યાં છે.