જાફરાબાદમાં ત્રણ કરોડની ઉચાપતનાં ગુનામાં બે આરોપી ઝડપાયાં

અમેરલી,
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવતા આરોપીઓએ વર્ષ 2015 થી 19 ના સમયગાળા દરમિયાન જાફરાબાદ તાલુકાના અલગ અલગ ગામોમાં ચાલતી મનરેગા યોજનાનાલાભાર્થીઓના નામે ડુબલીકેટ જોબ કાર્ડ બનાવી તે જોબકાર્ડ ધારક સિવાયના બીજા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ખોલે લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી ખોટું રેકોર્ડ ઊભું કરી તે રેકોર્ડ ખોટું હોવાનું જાણવા મળતા સાચા રેકર્ડ તરીકે ઉપયોગ કરી પૂર્વ આયોજિત કાવતરું રચેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીના પાસવર્ડનો દૂર ઉપયોગ કરી મનરેગા યોજનામાં 3 કરોડ 30 લાખ 26,548ની ઉચાપત કરી હતી. આ બાબતે જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ બહાદુરભાઇ વાળા યુવરાજસિંહ વાળા સહિતના સ્ટાફે એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ અશ્વિનભાઈ ભુપતભાઈ શિયાળ તેમજ શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજા અને જીજ્ઞેશભાઈ વડીયા ત્રણ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી અને જેલ હવાલે કર્યા હતા. આ બાબતે ભ્રષ્ટાચાર કરનાર તત્વમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો