રાજુલા/જાફરાબાદ, જાફરાબાદ શહેર માં ખારવા સમાજ ના આગેવાનો દ્વારા માછીમારોનો 2 માસ નો પગાર કાપવા નો નિર્ણય લેવાતા ખલાસી ઓ ના પરિવારો વિફર્યા હતા અને આગેવાનો ના ઘરે પહોંચી પથ્થરમારો કરતા દોડી ગયેલી પોલીસને પાંચ હજાર લોકોના ટોળાએ નિશાન બનાવી પથ્થરમારો કરતા પોલીસે તોફાનીઓને વિખેરવા માટે હવામાં અશ્રુવાયું દસ જેટલા રાઉન્ડ છોડયા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદ શહેર માં 10 વાગ્યા આસપાસ કામનાથ વિસ્તાર માં 5 હજાર આસપાસ નું ટોળું એકઠું થયું હતુ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેને પોલીસનો સમજાવટની કોઇ અસર થયેલ નહી અને ટોળે ટોળા એકઠા થઇ ખારવા સમાજ ના આગેવાનો ના ઘરે પહોંચી પથ્થરમારો શરૂ કર્યો હતો આથી પોલીસે ટોળા ને કંટ્રોલ કરવા બળ વાપરતા ટોળું અને પોલીસ આમનેે સામને આવી જતા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ આ અસંગેની જાણ એસપી શ્રી નિર્લિપ્ત રાય ને થતા અમરેલીથી ડી.વાય.એસ.પી.શ્રી રાણા તથા શ્રી ચૌધરી, એલસીબીના શ્રી કરમટાઅને શ્રી મોરી, એસઓજીના શ્રી મોરી તથા જિલ્લાની બ્રાન્ચો સહીત રાજુલા કોસ્ટલ વિસ્તાર ના રાજુલા,જાફરાબાદ,પીપાવાવ મરીન,ડુંગર,નાગેશ્રી ખંભા જેવા પોલીસ સ્ટેશન ના અધિકારી ઓ કર્મચારી ઓ સહીત ના પોલીસ દોડી આવી હતી અને ટોળા વિખેર્યા હતા જોકે ટોળા એ પણ અહીં કલાકો સુધી વરવું સ્વરૂપ ધારણ કરી લેતા સ્થિતિ વણસી ગઈ અને ત્યાર બાદ અમરેલી એસપીએ જે વિસ્તાર માં ઘટના બની તે વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતુ અને 10 જેટલા ટીયર ગેસ સેલ છોડ્યા હતા અને સ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ માં લીધી હતી.અતિ સેન્સિટિવ જાફરાબાદ માં ભૂતકાળ માં પણ જૂથ અથડામણ સહીત ની અનેક પ્રક્રાર ની ઘટના ઓ બની ચુકી છે અને રાઇટિંગ સહીત અનેક પ્રકાર ના ભૂતકાળ માં ગુન્હા નોંધાય ચુક્યા છે જયારે સમગ્ર મામલે આજે જાફરાબાદ પોલીસ તપાસ કરતા હાલ માં ખારવા સમાજ ની જે રીતે બોટો પડી રહેવા નો નિર્ણય લેવાયો હતો ત્યાર બાદ આજે ખારવા સમાજ ના આગેવાનો દ્વારા 2 માસ નો ખલાસી નો પગાર કાપવા નો નિર્ણય લીધો હતો જેના પ્રત્યાઘારો ખલાસી પરિવારો સુધી પોંહચીયા અને ખલાસી ના પરિવાર સહીત ના તોલા બહાર આવી ગયા હતા અને સ્થિતિ વણસી હતી આવી પોલીસ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળી રહ્યું છે રાજુલાના પ્રાંત અધિકારી શ્રી ડાભી તથા મામલતદાર શ્રી ચાવડા પણ દોડી ગયા હતા. પોલીસે જાફરાબાદમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને 15 જેટલા તોફાનીઓને રાઉન્ડઅપ કરાયા હોવાનું જાણવા મળેલ છે.