જાફરાબાદમાં બે હજાર તોફાનીઓ સામે ગુનો દાખલ : 59ની ધરપકડ

અમરેલી,
તા.11/03/2020 ના રોજ રાત્રીના અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલ નેસડી વિસ્તારમાં હિન્દુ- મુસ્લીમના વચ્ચે અશાંતિનો માહોલ સર્જાયો હતો.
આ બનાવનું કારણ એવું છે કે, મુસ્લીમ સમાજના ઇમરાન ઉસ્માન મન્સુરીના મોટર સાયકલ સાથે સંદીપ ભીમજીભાઇ શિયાળ તથા તેની સાથેના માણસોની મોટર કારના અકસ્માતના કારણે બંને સમાજના આગેવાનોએ કાવત્રું રચી, સામાન્ય પ્રજાને ઉશ્કેરી ટોળા ભેગા કરતાં આ ટોળાઓ સામ-સામે આવી ગયેલ અને એક બીજાના ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચારો કરી, એક બીજાને ગાળો આપી, સામ-સામે પથ્થરમારો કરેલ હતો.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ થતાં જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી. એચ.એચ. સેગલીયા તથા અન્ય પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયેલ અને પરિસ્થિતી કાબુમાં લેવાનો પ્રયત્ન કરેલ અને પથ્થર મારો કરી રહેલ આશરે 2000 માણસોના ટોળાને વિખેરાઇ જવા આદેશ આપેલ પરંતુ ટોળાએ વિખેરાઇ જવાને બદલે પોલીસ ઉપર પણ પથ્થરમારો શરૂ કરેલ અને મહિલા પો.સ.ઇ.શ્રી.સેગલીયાને અપમાનિત કરી, બિભત્સ વર્તન કરવા લાગેલ. અને પથ્થરમારો કરીને પો.સ.ઇ.શ્રી સેગલીયાનું હેલમેટ તોડી નાંખેલ અને ટોળાએ પોલીસ હેડ કોન્સ. પી.ડી.કલસરીયાનું પાકીટ પણ ઝુંટવી લીધેલ.
આ દરમ્યાનમાં જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. ડો.એલ.કે.જેઠવા તથા આજુ બાજુના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પોત પોતાના પોલીસ સ્ટાફ સાથે બનાવ સ્થળે પહોંચી ગયેલ અને પરિસ્થિતીને કાબુમાં લેવા પ્રયત્ન કરતાં ટોળાએ તેમના ઉપર પણ પથ્થરમારો કરી સરકારી વાહનોને નુકશાન કરેલ અને પોલીસ ઇન્સ.શ્રી.જેઠવાને પગે ગંભીર ઇજા કરેલ અને બીટ હેડ કોન્સ. કલસરીયાને ઇજા કરી, યુનિફોર્મનો શર્ટ ફાડી નાંખેલ. અને બાદમાં એકઝીક્યુટીમ મેજીસ્ટ્રેટશ્રીની પરવાનગી મેળવી, હળવો બળ પ્રયોગ કરી, ટોળું વિખેરી નાંખેલ અને પથ્થરમારો કરી રહેલ કુલ 59 માણસોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને બંને કોમના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરી, ટોળાને ઉશ્કેરણી કરી રહેલ 6 જેટલા આગેવાનો નાસી ગયેલ હતાં.
ઉપરોક્ત કોમી અશાંતિના બનાવને પગલે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ જાતેથી તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઇ, ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધેલ હતો. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કાબુમાં લીધેલ હતી.
વાહન અકસ્માત જેવા સામાન્ય બનાવમાં બંને પક્ષના આગેવાનોએ લોકોને ઉશ્કેરણી કરી, લોકોમાં કોમી વૈમનસ્ય પેદા કરેલ હોય, જેથી આશરે 2000 જેટલા માણસો આમને સામને થઇ એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હોય, અને હાલમાં અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સી.આર.પી.સી. કલમ 144 અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય, જે જાહેરનામાનો ભંગ કરેલ હોય, પોલીસ દ્વારા આ ટોળાને વિખેરાઇ જવાનો આદેશ આપતાં આ આદેશની અવગણના કરી, મહિલા પો.સ.ઇ.શ્રી. સાથે અડપલા કરી, અપમાનિત કરી, પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલ હોય તેમજ સરકારી મિલ્કતને નુકશાન કરેલ હોય, જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી.એચ.એચ. સેગલીયાએ પકડાયેલ 59 માણસો તથા ઉશ્કેરણી કરતાં બંને પક્ષના 6 જેટલા આગેવાનો તથા અન્ય અજાણ્યા 2000 માણસોના ટોળા વિરૂધ્ધ શ્રી.સ.ત. ફરિયાદ આપી *જાફરાબાદ ટાઉન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. 11193024200167, ઇ.પી.કો. કલમ 395, 397, 353, 354, 332, 333, 186, 323, 324, 325, 326, 337, 338, 143, 145, 153(એ), 117, 114, 149, 151, 152, 153, 504, 506(ર), 341, 509, 120(બી), 34, 188 તથા જી.પી.એક્ટ કલમ 135 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમ 3, 4* મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.
પકડાયેલ 59 ઇસમોને નામ.કોર્ટમાં રજુ કરી, આ બનાવમાં સંડોવાયેલ અજાણ્યા 2000 માણસોના ટોળામાં અન્ય કોણ કોણ ઇસમો હતા ? આ બનાવના મુખ્ય સુત્રધાર કોણ છે ? તે અંગે પુછપરછ કરવા નામ.કોર્ટમાંથી રીમાન્ડ મેળવવા તેમજ નાસી ગયેલ બંને કોમના ઉશ્કેરણી કરનાર આગેવાનોને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.