જાફરાબાદમાં મનરેગામાં સવાત્રણ કરોડનું કૌભાંડ ઝડપાયું

અમરેલી,
જાફરાબાદ તાલુકાનાં 36 ગામોમાં 4900 જેટલા મનરેગા યોજનાનાં બોગસ જોબકાર્ડ બનાવી તેના મજુરીનાં નાણા 3310 અન્ય એકાઉન્ટમાં નાખી જાફરાબાદ તાલુકા પંચાયતના સસ્પેેન્ડ કરાયેલા 3 કર્મચારી સહિત 4 શખ્સોએ સરકારનાં રૂા.3 ,30,26,548 ની રકમની ઉચાપત કરી હોવાનું સીટની તપાસમાં ખુલતા આજે જાફરાબાદ ટીડીઓ દ્વારા પોલીસમાં ચારેય સામે ફરિયાદ દાખલ કરાવાતા જાફરાબાદનાં 36 ગામડાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે જાફરાબાદ તાલુકા પંચાયતનાં મનરેગા યોજનાનાં આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે. જાફરાબાદ તથા હિસાબી સહાયક મનરેગા વિમલસિંહ એસ. બસન રે. અમરેલી તથા મનરેગા યોજનાનાં કો. ઓર્ડીનેટર જીજ્ઞેશ રમેશભાઇ વડીયા અને વાંઢ ગામના ટેકનીકલ આસીસ્ટન્ટ અશ્ર્વિન ભુપતભાઇ શિયાળએ તા.1-4-2015 થી 31-3-2019 સુધીમાં મનરેગા યોજનાનાં 4900 બોગસ જોબકાર્ડ બનાવી તેના લાભાર્થીઓના નાણા અલગ અલગ 3310 એકાઉન્ટમાં નાખી 28 હજાર 688 વખત ટ્રાન્ઝેક્શન કરી રૂા.3,30,26,548 ની રકમની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ વિજયભાઇ મહાદેવભાઇ સોનગરા ટીડીઓ જાફરાબાદએ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજનામાં જે તે ગ્રામ પંચાયતે ગામના શ્રમિકને એક વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની હોય છે ગ્રામ પંચાયતના સરપંચ અને મંત્રી શ્રમિકની તપાસ કરી દાખલો આપે તે દાખલો તાલુકા પંચાયતે જાય અને ત્યાંથી ઓનલાઇન થાય અને તેનું મસ્ટર બને તેની ઉપરથી ગ્રામ પંચાયત આ શ્રમિકને ગામની પાંચ કિલોમીટરની ત્રીજ્યામાં જ્યાં જરૂરીયાત હોય ત્યાં કામ આપે અને તાલુકા પંચાયતમાંથી એક કર્મચારી આવી અને આ કામની માપણી કરી ખરાઇ કરી જાય ત્યારબાદ શ્રમિકના બેંક એકાઉન્ટમાં તેમની મજુરીનાં નાણા જમા થાય.
પરંતુ અહીં મનરેગામાં લાભાર્થીઓનાં ડુપ્લીકેટ 4900 જોબકાર્ડ આ ચારેયએ બનાવ્યા હવે તેના નાણા સીધા શ્રમિકના ખાતામાં જવાના હોય છે તેને બદલે તેમણે એકાઉન્ટ ડીટેલ્સમાં થર્ડ પાર્ટી એટલે કે ત્રાહીત વ્યક્તિ (પોતાના મળતીયા) નાં ખાતાનાં નામ લખ્યા જેથી સ્વભાવિક જ સરકારી સીસ્ટમે લાભાર્થીને બદલે અન્યનાં ખાતામાં નાણા જમા કરવાની ના પાડતા આ ટોળકીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી એ નાણા પોતે બતાવેલી ડીટેલ્સ વાળા એકાઉન્ટમાં નાખ્યા હતા આ સીલસીલો 1-4-2015 થી 31-3-2019 સુધી ચાલ્યો તા.7-12-2021 ના રોજ ઓડીટ અહેવાલમાં 4 કરોડ કરતા વધારે રકમનું થર્ડ પાર્ટી પેમેન્ટ થયુ હોવાનું જણાતા ચોંકી ઉઠેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જાફરાબાદ ટીડીઓના અધ્યક્ષપદે તપાસ સમિતી બનાવી હતી જેની તપાસ કરતા રૂા.3,30,26,548 ની રકમ મુળ શ્રમિકને બદલે થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં 28,688 વખત ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી 3310 એકાઉન્ટમાં 36 ગામના 4900 જોબકાર્ડના નામે ઉચાપત કરી જવાઇ હોવાનું ખુલતા ટીડીઓ દ્વારા ચારેય સામે પોલીસ ફરિયાદ અપાતા જાફરાબાદ પીઆઇ શ્રી જે.જે. ચૌધરીએ ચારેય સામે સરકારી નાણાની યોજનાના લાભાર્થીઓના નામે ડુપ્લીકેટ જોબકાર્ડ બનાવી જોબકાર્ડ સિવાયના બીજા વ્યક્તિઓનાં એકાઉન્ટ ખોલી લાભાર્થીઓના ખોટા દસ્તાવેજો બનાવી ખોટુ રેકર્ડ ઉભુ કરી તેને સાચુ રેકર્ડ માની ઉપયોગ કરી કાવતરૂ રચી સરકારી સતાનો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આઇડી પાસવર્ડનો દુપયોગ કરી મનરેગા યોજનાના નાણા ખાઇ જઇ સરકાર સાથે વિશ્ર્વાસઘાત અને ઠગાઇ કરવા બદલ ઇન્ડીયન પીનલ કોડની જુદી જુદી 10 કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન