જાફરાબાદમાં માછીમારો દ્વારા હવે દરિયો ખેડવાની તૈયારીઓ

રાજુલા, શિયાળબેટ ધારાબંદર નવા બંદર સાસ બંદર શહીત 800 જેટલી મોટો છે 7000 જેટલા ખલાસીઓ આ આ ફિશિંગ ના ધંધામાં અંદાજે 25000 હજાર જેટલા લોકો રોજગારી પ્રાપ્ત કરે છે બાર મહિનામાં આઠ માસ સાગર ખેડૂતો ફિસિંગ ના ધંધામાં દરિયામાં ચાલ્યા જાય છે ચાર માસમાં પોતાના વતન જાફરાબાદમાં પરત આવે છે ચોમાસુ હોવાથી મચ્છી મારે નો ધંધો બંધ થઈ જાય છે ચાર મહિનામાં સાગર ખેડૂતો પોતાના કિંમતી સમય 8 મહિનાના આયોજન માટે છોકરાઓના એડમિશન લેવા ક્યાં અભ્યાસ કરવો ખલાસીઓને લેતી દેતી અને ભરતી કરવી અને નવા ખલાસીઓ ઓ રાખવા લગ્ન ના કામગીરી પૂર્ણ કરવીબોટ રીપેરીંગ કલર કામ કરવું મશીનોને સર્વિસ કરવી પ્રસંગો કામગીરી કરવી વેવિશાળ કરવા મૃતુક ખલાસીક કે માલિકને મૃતક વિધિ કરવી તમામ રંગ રિપેર કરવી અને ચાર મહિના મોજ શોખથી જીવન વિતાવે છે 30 જુલાઈ થી હવે ક્રેન મારફત બોટો દરિયાના કિનારે મૂકવામાં આવશે અને તે કામગીરી પૂર્ણ થશે રક્ષાબંધનના દિવસે દરિયાદેવનું પૂજન જેટી ધક્કો ઉપર કરવામાં આવે છે મહિલાઓ પુરુષો એક સાથે વિશાળ સંખ્યામાં દરિયાદેવની પૂજા કરે છે કે મારા પતિને આજથી હે દરિયાદેવ દરિયાઈ મોકલું છું તું હેમખેમ તારા ખોળામાં મોકલું છું આઠ માસ પછી પરત પાછો મોકલજે પૂજા નું વખતે કામનાથ મહાદેવના સાનિધ્યમાંથી એક સાથે હજારો મહિલાઓ શ્રીફળ દૂધની ધુવાળી દેવા માટે દૂધ અગરબત્તી ફુલ નાની હોડી તમામ લઈ જીટીએ થી પૂજન કરવા જાય છે અને દરિયા દેવના તેમજ પાંડુરંગ દાદા ના સ્વાધ્યાય ના ગીતો ગાતા મહિલા પુરુષો તમામ દરિયાદેવનું પૂજન કરે છે દરિયાદેવના ખોળામાં તમામ વસ્તુઓ પૂજન કરી મૂકવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે રક્ષાબંધન પૂર્ણ થાય એટલે તુર્તાજ બોટલઈ અને મચ્છી મારી પકડવા અને ધંધો કરવા માટે જાય છે આમ બાર મહિના માં ચાર મહિના જાફરાબાદ કાઢે છે આઠ મહિના દરિયાદેવ સાથે રહેશે આ અંગે બોટ એસોસિયેશનના પ્રમુખશ્રી કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે સરકાર અને ફીસરીઝ ખાતુ સારા મોબાઈલ સબસીડી માં આપે તેમજ દીવાદાંડી રોડ ઉપર આવેલી ફીસરીઝની ની ઓફિસમાં પૂરતો સ્ટાફ ભરે તેમજ ઘણા સમયથી ટ્રેનિંગની કામગીરી થતી નથી તે શરૂ કરાવે દરિયામાં કોઈ ખલાસી ગુમ થઈ ગયો હોય ત્યારે તેની ડેડબોડી ન મળતી હોય ત્યારે વીમા કંપની વીમો આપતી નથી ત્યારે સરકારે સુધારો કરાવી મૃતક ની ડેટ બોડી ન મળે તો પણ વહાણના કોન્ટ્રાક્ટર પાસેથી અને ફીસરીઝમાં નોંધાયેલા ખલાસી મૃતક થાય કે તુરંત જ વીમો આપવા શ્રી કનૈયાલાલે માંગણી કરી હતી તેમજ પીપળી કાંઠાનો ધક્કો રીપેરીંગ કરવાની ખાસ જરૂર છે જેથી બોટ ધક્કા સુધી આવી શકે મસ્તી બોટમાંથી ઉતારવામાં અને બરફ ચડાવવામાં સાવ આશા ન થાય તેથી ધક્કો તાત્કાલિક રીપેરીંગ કરાવવો જોઈએ કનૈયાલાલે કરી હતી આમ આઠ મહિના જાફરાબાદ શહેર માછીમારો દરિયામાં ચાલતા થઈ જાય કે તુરત જાફરાબાદ શહેરની બજારો જે આખો દિવસ ખુલી રહેતી હોય છે તે આઠ મહિના બપોર થી થી ત્રણ બંધ કરવામાં આવે છે કારણ કે ઘરાગે ઘટી જાય છે અને ખાસ કરીને વેપારીઓને ચોમાસામાં ચાર માસ ખુલ્લી રાખે છે .આ વર્ષો જુનો રિવાજ છે કારણ કે લગ્ન મરણ ઓટો રીપેરીંગ કરાવવી તે બધું કામગીરી કરતી હોવાથી ચાર મહિના આખો દિવસ દુકાનો ખુલી રહેશે આ ફિશિંગ ના ધંધામાં એકાદ વર્ષમાં બોટ માલિક રાતોરાત કરોડપતિ પણ બને છે કારણ કે આકસ્મિત બોટમાં ગોલ માછલી આવી જાય તો ઘોલ માછલી ની કિંમત ખૂબ જ ઊંચી હોય છે ઓછામાં ઓછી એકાદ કરોડની તો થઈ જાય છે આમ એકાદ વર્ષે ગોલ પડતા સાગર ખેડૂત કરોડપતિ બની જાય છે બીજી તરફ આઠ મહિના દરિયા પીરના ભરોસે સાગર ખેડૂતો દરિયાઈ કામગીરી કરે અને પોતાના પરિવારના છોકરા પત્ની તેના દર્શન પણ કરી શકતા નથી હાલ તો અત્યારે તડા માર તૈયારીઓ શરૂ કરી હોવાનું રામભાઈ સોલંકી સનાભાઇ માજી પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ભગુભાઈ સોલંકી વગેરે તૈયારીનો પારંભ કરી દીધો હોવાનું જણાયું હતું ગત વર્ષ સંપૂર્ણ નબળું હોવાથી ગોટો તૂટી ગયેલી હોવાથી સાવ નબળું ગયું હતું. આ વખતે દરિયાદેવની કૃપા હશે તો આઠ મહિનામાં ખૂબ જ સારી કમાણી કરશું તેવી દરિયાદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ.