જાફરાબાદમાં યોજાઇ રહેલા લગ્નમાં તંત્ર ત્રાટક્યું

  • પોઝીટીવ કેસ આવતા તંત્ર સ્થળે આવ્યું અને બાજુમાં જ લગ્નનો માંડવો જોયો : વર કન્યાનાં પિતા વિરૂધ્ધ ફરિયાદ

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)
કોરોના ની મહામારી સમગ્ર વિશ્વ માં ફેલાય છે ત્યારે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રર દ્વારા કોવિડ ફેલાતો અટકાવવા માટે જાહેરનામા તારીખ 05-05-2020 થી જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હોય જાહેરનામા નો કડક પણે અમલ થાય તેવી સૂચના હોય જેમાં લગ્ન પ્રસંગ યોજવા ખાસ શરતો આધીન મંજૂરી આપવા માં આવતી હોય ત્યારે જાફરાબાદ શહેર માં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોય જિલ્લા મેજિસ્ટ્રર ના જાહેરનામા નો ભંગ કરી લગ્નોત્સવ યોજાતા હતા જયારે મેઈન બજાર વિસ્તાર માં પોજીટીવ કેસ આવેલો છે તે વિસ્તાર ની મુલાકાત લેવા તંત્ર પોહ્ચ્યું હતું ત્યારે મંડપ ડેકોરેશન સાથે જોવા મળતા અહીં જાફરાબાદ પોલીસ સ્ટેશન માં વર કન્યા ના બને ના પિતા વિરુદ્ધ જાફરાબાદ પોલીસ સ્ટેશન માં ચીફ ઓફિસર ચારુબેન મોરી એ ફરિયાદ નોંધાવી છે.
આરોપી છનાભાઇ ધીરુભાઈ બારૈયા રહે જાફરાબાદ અને રમેશભાઈ બચુભાઈ બારૈયા વિરુદ્ધ જાહેરનામાં ની ફરિયાદ નોંધાય છે જિલ્લા કલેક્ટર આયુષ ઓક,પ્રાંત અધિકારી કે.એસ. ડાભી ના માર્ગદર્શન અને સૂચના હેઠળ ફરિયાદ નોંધાવવા માં આવી હતી હાલ માં કોરોના ની મહામારી વચ્ચે કોવિડ કેસ હોય તેવા વિસ્તાર માં લગ્નોત્સવ યોજાતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાય હતી.