જાફરાબાદમાં રસ્તાઓની હાલત બિસ્માર

જાફરાબાદ,

ગુજરાતનું સૌથી મોટું બોમ્બે ડક એટલે સુકા બુંબલાનું બંદર અને જે જ્જીરા સ્ટેટ નાવાબોના સમયમાં સૌરાષ્ટ્ર નું સૌથી પ્રખ્યાત દરિયાઈ માર્ગનું વેપાર માટેનું પણ બંદર એટલે જાફરાબાદ શહેર અને આજુબાજુના ઓદ્યોગિક ગામો જ્યાં કંપની ઓ પણ આવેલ છે.અહીંયાથી ઉતરે 22 કિ.મી.એ હાલ ઓદ્યોગિક શહેર તરીકે પ્રખ્યાત રાજુલા શહેર આવેલ છે. અને પશ્ચિમ 44 કિ.મી.ઉના શહેર આવેલ છે જે ઘણું મોટું અને સુંદર પણ છે.મે બે દિવસ બન્ને તરફ મુલાકાત લીધી પણ દુ:ખ એ વાતનું છે કે બન્ને શહેરનો રસ્તા માં ડબલ અંતર છતાં સમય એક સરખો લાગે છે. કેમ ?જાફરાબાદ – રાજુલા વચ્ચે 22 કિ.મી.નો બે હાલ રસ્તો અને એમાં એક થી બે ફૂટના ખાડા,ખાબોચિયા પાણી , ફોર વ્હીલ ની ચેમ્બરો ભટકાઈ જાય, ટુ વ્હીલર માં ફેમિલી ની દયા જનક પરિસ્થિતિ ,એક ફોન માં 108 આવે પણ દર્દી રાજુલા,મહુવા કે ભાવનગર કઈ રીતે પહોંચે ? કમસે કમ વ્યવસ્થિત કુદરતનો ડર રાખી માથે ઊભા રહી ખાડા પૂરીને તો જવાબદારી નિભાવો એવી હવેતો બે હાથ જોડી તમામ જવાબદાર વ્યક્તિને મારી વિનંતી છે.તેમ બાલકૃષ્ણ સોલંકીએ જણાવ્યું છે.