જાફરાબાદમાં રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટકયા

રોકડ સોનાનો ચેઇન મળી રૂા. 95 હજારની માલમતા ચોરાયાની ફરિયાદ

અમરેલી,
જાફરાબાદ ખારવાવાડમાં રહેતા ચંદુભાઇ ઉર્ફે રામ કૃપા બોટવાળા બાબુભાઇ નથાભાઇ બાંભાણીયા ઉ.વ. 34 ના રહેણાક મકાનમાં. કોઇ તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડી તિજોરીમાં રાખેલ રોકડ રૂા. 70, 000/- તેમજ સોનાનો ચેઇન રૂા. 25,000/- નો મળી કુલ રૂા. 95,000/- હજારની માલમતા ચોરી ગયાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.