જાફરાબાદમાં વેફરના ગોડાઉનમાં અંદાજિત 8 લાખનું નુકશાન

જાફરાબાદ,
જાફરાબાદમાં વાવાઝોડાને કારણે વેફરનાં ગોડાઉનમાં અંદાજે 7 થી 8 લાખ રૂપીયાનું માતબર નુકશાન થયાનું જાણવા મળ્યુ છે. જાફરાબાદ પંથકમાં તાજેતરના વાવાઝોડા દરમિયાન બાલાજી વેફરના ગોડાઉનમાં પાણી ફરી વળતા અંદાજિત 7 થી 8 લાખ રૂપીયાનું માતબર નુકશાન થયુ છે ગોડાઉનમાં રહેલા બાલાજી વેફરના ખોખાઓ પલળી ગયા હતા અને માલને મોટુ નુકશાન થતા વેપારી ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે જો કે નુકશાની અંગે કોઇ સતાવાર રીતે આકડા મળ્યા નથી.