જાફરાબાદમાં શ્રમીક યુવાનને ઠંડી લાગી જતાં મોત

  • મજુરી કામે ગયેલ ત્યાં રાત્રીના સુઇ જતાં ઠંડી લાગી ગયેલી

અમરેલી,
જાફરાબાદ એટલાન્ટીક મરીન પ્રોડકટમાં મજુરી કામ કરતા જીવનભાઇ મનુભાઇ વાઘેલા ઉ.વ. 27 તા. 19/12 ના મજુરી કામે ગયેલ. અને રાત્રીના મચ્છીના પાવડર બનાવવાના મશીન પાસે સુઇ જતાં તા. 20/12 ના વહેલી સવારે જગાડતા હલન ચલન ન કરતા ઠંડી લાગી જવાથી મોત નિપજયાનું પિતા મનુભાઇ વાઘેલાએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.