જાફરાબાદમાં હત્યાની કોશીષના ગુનામાં 7ની ધરપકડ

અમરેલી,
જાફરાબાદમાં કોરોના વાયરસ મહામારીના કારણે લોકડાઉન જાહેર થતાં બોટો બંધ કરવામાં આવેલ. અને બોટ માલીકો દ્વારા બોટમાં કામ કરતા લોકોને બે મહિનાના લોકોને પગાર આપવામાં આવશે તેવું જણાવેલ. તા. 21/05 ના બે મહિનાના પગાર બાબતે રજુઆત કરેલ અને રજુઆત કરવા જતાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી અજયભાઇ ભગુભાઇ બાંભાણીયા ને માથામાં તલવાર વડે જીવલેણ ઇજા કરી સાથે રહેલા લોકોને મારમારી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ થયેલ. જાફરાબાદ પોલીસે તુલસી ભગુ ચાઇનીઝવાળા, રાજેશ પોરબંદર વાળો, શંકર બાવ, રામજી રાણા, માલા કાના વંશ, સંજય મંગા બારૈયા, પીન્ટુ જીવન બારૈયાની ધરપકડ કરવામાં આવેલ છે. જયારે બાકીના આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.