જાફરાબાદ ટીંબી માર્કેટયાર્ડ બિનહરીફ ભાજપ પ્રેરિત પેનલનો ભગવો લહેરાયો

રાજુલા,

જાફરાબાદ ટીંબી માર્કેટિંગ યાર્ડમાં બિનહરીફ થયું હતું અને ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો અને બિનહરીફ 15ડિરેક્ટરો થયા હતા જાણવા મળતી વિગત મુજબ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર ના આદેશથી નિયમો અનુસાર ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી અધિકારી નિમાયા બાદ આજે મીટીંગ મળી હતી જેમાં વેપારી વિભાગના ચાર અને ખેડૂત વિભાગના 10 એમ 14 ડિરેક્ટર બિનહરીફ થયા હતા અને ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો હતો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ નસ્કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લાના સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયા રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના જીગ્નેશભાઈ પટેલ ત્રણેના સહિયારા પ્રયાસો થી ટીંબી માર્કેટિંગ યાર્ડ બિનહરીફ થવા પામ્યું હતું બિનહરીફ થયેલા 14 સભ્યોમાં ખેડૂત વિભાગમાંથી ગૌતમભાઈ સુરતભાઈ વરુ બાલુભાઈ ભંડેરી બાલુભાઈ અરજણભાઈ રાદડિયા વિજાનંદભાઈ છનાભાઈ વાઘેલા મુળુભાઈ પુંજાભાઈ વાળા બચુભાઈ કરસનભાઈ પડશાળા જાદવભાઈ રામભાઈ સોલંકી જીજ્ઞાભાઈ જગાભાઈ બાંભણિયા ભોજભાઈ માત્રાભાઈ ચોટીલા તેમજ વેપારી વિભાગમાંથી રજબ અલી વસોયા અલ્તાફ અલી સુમરાણી અલી રજા સુમરાણી બાબુભાઈ રામાણી અન્ય ચાલુ પ્રમુખ ચેતનભાઈ શિયાળ સહિત 15 બિનહરીફ થયા હતા આગામી સમયમાં ટીંબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતના હિતમાં તમામ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલના પ્રમુખ ચેતનભાઇ શિયાળે જણાવ્યું.