અમરેલી,
અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અધિકારી સુમિત ચૌહાણની ટીમ સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરી કરતા લોકો સામે હવે તવાય બોલાવી રહી છે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગની અલગ અલગ ટીમો દરોડા પાડી રહી છે આજે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 ટ્રેક્ટરો ઝડપી લીધા છે જેમાં રૂ.10 લાખનો મુદામાલ સિઝ કરી કાર્યવાહી હાથ ધરી છે જોકે મહત્વની વાત એ છે 2 બેલાના ટ્રેક્ટરો મળી આવ્યા છે જેમાં બોગસ રોયલ્ટી મળી આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે આ ટ્રેક્ટરો ગીર સોમનાથ જિલ્લાના છે સરકારી રોયલ્ટી પાસમાં કોઈ દ્વારા છેડછાડ કર્યા નું ખાણ ખનીજ વિભાગની તપાસમાં ખુલતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે અમરેલી ખાણ ખનીજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણ એ જણાવ્યું હતું 3 ટ્રેક્ટરો ઝડપી લીધા જેમાં 1 ટ્રેક્ટર રોયલ્ટી વગર નું છે 2 ટ્રેક્ટર બેલાના છે જેમાં બોગસ રોયલ્ટી પાસ છે તેમાં હવે તપાસ શરૂ .