જાફરાબાદ તાલુકા ના કડીયાળી ગામ મા 1 સિંહ નો આતંક 3 દિવસ મા 6 પશુ નો શિકાર ગામ મા વનવિભાગ સામે રોષ

  • આર.એફ.ઓ. ને જાણ કરવા છતા મોડે મોડે કર્મચારી ઓ આવતા રોષ
જાફરાબાદ તાલુકા મા છેલ્લા કેટલાય દિવસો થી સિંહો અને દીપડા દેખાયા ની રંજાડ વધતી જાય છે અહીં આર.એફ.ઓ સતત ગેર હાજર અને નિષ્ક્રિય રેહતા હોવાની ફરિયાદો ઉઠી છે 3 દિવસ થી સાંજ પડે અને કડીયાળી ગામ મા સિંહ ઘુસી જાય છે ગામ મા સિંહ આવે છે અને ત્યાર બાદ રહેણાંક વિસ્તાર ના ફરજા મા ઘુસી પશુ ના મારણ કરવા મા આવે છે આજે પણ મોડી રાતે અને વહેલી સવારે 2 પશુ ના શિકાર ફરજા મા સિંહે ઘુસી કરી દીધા છે ગામ મા રીતસર સિંહો એ આતંક મચાવી ભય નો માહોલ ઉભો કર્યો છે જ્યારે ગ્રામજનો મા વનવિભાગ ના ઉચ્ચ અધિકારીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે જાફરાબાદ તાલુકા ના મોટાભાગ ના ગામો મા સિંહો નો વસવાટ છે પરંતુ  પેટ્રોલિંગ ના આભાવે સિંહો અને વન્યપ્રાણી ની વધતી જતી રંજાડ સામે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનો દ્વારા વનવિભાગ ના આર.એફ.ઓ કક્ષા ના અધિકારી ને જાણ કરવા છતા કોઈ પરિણામ આવતુ નથી ગામ લોકો ની માંગ છે અહીં એકજ સિંહ ગામ માં આવી પશુ ના શિકાર કરી આતંક મચાવનાર સિંહ ને ગામ ની દૂર ખસેડવા માંગણી કરી છે પરંતુ અહીં વનવિભાગ ના અધિકારી ઓ નિષ્ક્રિય રેહતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અહીં થી સિંહ ને દૂર નહિ ખસેડાય તો મોટી દુરર્ઘટના બનવા ની પુરી શકયતા મનાય રહી છે ગામ અમજીત ખાન એ જણાવ્યુ હતુ ગામ સિંહો 3 દિવસ થી આતંક મચાવે છે અને 6 જેટલા પશુ ના શિકાર થયા છે વનવિભાગ ના અધિકારી ઓ ને જાણ કરી છતા કોઈ આવતુ નથી ગામ માં દરોજ સાંજે સિંહો ઘુસી જાય છે લોકો ડરી રહ્યા છે  જ્યારે સમગ્ર ઘટના મામલે જાફરાબાદ આર.એફ.ઓ વાઘેલા નો સંપર્ક કરતા તેના દ્વારા જવાબદારી માંથી છટકવા માટે ફોન નો ઇનકાર કરી દીધો હતો અને મોબાઈલ ફોન ઉપાડવા ની તસ્દી પણ લીધી ન હતી
 RFO ફરજ દરમિયાન તાલુકા બહાર રહે છે?
RFO જાફરાબાદ તાલુકા ના મા રેહતા ન હોવાનો ગણગણાટ શરૂ થયો છે ગંભીર ઘટના ઓ બનતી હોય છતા હાજર રેહતા નથી ખાનગી વાહનો મા વધુ પડતી રાજુલા શહેર મા હાજરી જોવા મળી રહી છે સ્થાનિકો ની માંગ છે RFO જાફરાબાદ તાલુકા મા 24 કલાક રહે અને ગ્રામીણ વિસ્તાર ના વન્યપ્રાણી પર નજર રાખે તો વધતા જતા બનાવ અટકી શકે તેમ છે