રાજુલા,અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ બંદર ઉપર મોટા પ્રમાણમાં માછીમારો વસવાટ કરી રહ્યા છે. જાફરાબાદ શહેરના નરેશભાઈ છનભાઈ બારૈયાની ધનપ્રસાદ નામની બોટ મધ દરિયામાં માછીમારી કરતી હતી અને રાત્રીના સમયે અજાણીયા મોટા શિપ દ્વારા ટક્કર મારતા આ બોટ સમુદ્રમાં ડૂબી જતાં અકસ્માત સર્જાયો જ્યારે આ શિપ અકસ્માત સર્જી નીકળી જતા કયાનું શિપ હતું તે જાણી શકાયું નથી પરંતુ આ અકસ્માત બાદ અન્ય માછીમારીની બોટ હોવાને કારણે 8 જેટલા ખલાસીઓને બચાવી લેવાયા હતા જેના કારણે માછીમારોને રાહત મળી છે જ્યારે આ ધનપ્રસાદ નામની બોટ નંબર જી.જે.14 સ્સ્ નંબરની હોવાની માહિતી મળી રહી છે શિપ દ્વારા સ્પીડમાં ટક્કર મારતા આ બોટનો અકસ્માત સર્જાયો હતો જોકે પાણીમાં આ ખલાસીઓ થોડીવાર માટે ડૂબી ગયા હતા પરંતુ અન્ય બોટના કારણે આ ખલાસીઓ ને બોટમાં લઈ લેવાતા બચી ગયા છે જાફરાબાદ ખારવા સમાજ પ્રમુખ કનેયાલાલ સોલંકીએ જણાવ્યું હતું ધનપ્રસાદ નામની બોટને અજાણીયા શિપ દ્વારા ટક્કર મારી એટલે આ બોટ ડૂબી ગઈ 8 ખલાસી બચી ગયા છે આ બોટ ડૂબી ગઈ છે તેની શોધખોળ અત્યારે અમારા માછીમારો કરી રહ્યા છે કેમ કે બોટ પણ અમારી કિંમતી હોય છે માછીમારોની રોજીરોટી તેના ઉપર હોય છે.