રાજુલા,
વાવાઝોડુ તૌકતે હવે 18મી સુધીમાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે પહોંચે તે પહેલા ફીશરીઝ ખાતુ એલર્ટ બન્યું છે અને જાફરાબાદનાં દરિયામાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઉપરાંત દિરયામાં ગયેલી 700 બોટો પરત બોલાવવા તજવીજ થઇ છે. પરંતુ વાયરેલસ સંપર્ક કપાઇ જતા મુશ્કેલી ઉભી થઇ છે. લક્ષ્યદ્વીપ, કેરળ અને કર્ણાટકમાં તા.16 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. આજે સવારથી પવનની ઝડપ 40 થી 50 કિમીથી વધીને 18મી સાંજ સુધીમાં પવનની ગતી 70 કિમી થવાની સંભાવનાં વચ્ચે ફીશરીઝ વિભાગે માછી મારોને દરિયામાં ન જવા તાકિદ કરી છે અને દરિયાકાંઠાનાં વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
કોરોનાકાળ વચ્ચે વાવાજોડા નુ મોટુ વધુ એક સંકટ આવ્યું છે એક તરફ દેશ અને વિશ્વભરમા કોરોના મહામારીનુ સંકટ ચાલી રહ્યું છે તેવા સમયે વધુ એક વખત વાવાજોડા ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા માછીમારોની ચિંતા વધી ગઈ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ સાંભવીત તોકતે વાવજોડુ 16મી ત્રાટકવાની સાંભવના વ્યકત કરતા બંદરો એલર્ટ જાહેર કરી દેવાયા છે જ્યારે જાફરાબાદ બંદર પર પણ 1 નંબર નુ સિગ્નલ લગાવી એલર્ટ જાહેર કરી દેવાયુ છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવાય છે ત્યારે ફિશરીજ વિભાગ દ્વારા માછીમારો ને ગઈ કાલે જ જાણ કરી દેવાય છે પરંતુ માછીમાર સમાજ અગ્રણી અને બોટ એસોસિએશન પાસેથી મળતી વિગતો મુજબ હાલ માછીમારોનો કોન્ટેક કરી રહ્યા છીએ પરંતુ વાયરલેસ વાતાવરણમાં બોવ ખરાબ થાય છે જેના કારણે કલાકો સુધી કોન્ટેક થતા નથી અને માછીમારો બોટ સાથે સમુદ્રમા અટવાય જાય છે સ્થિતિ વધારે ખરાબ અને માહોલ થાય ત્યારે નજીકના બંદરોમાં કોઈ પોહચે છે તો કોઈ દરિયામાં અટવાતા હોય છે આજે સતત સંપર્ક કરી રહ્યા છે કેટલાક લોકોનો સંપર્ક થયો તો કેટલાક નો હજુ નથી થતો માછીમારો ને સેટેલાઇટ ફોન આપવા માટે રજૂઆતો કરી હતી હજુ સુધી નહિ મળતા ભારે મુશ્કેલી સર્જાય છે જોકે હાલ કેટલીક બોટો બંદર પોહચી પણ રહી છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદના માછીમારો દ્વારા સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરાય વિવિધ માંગણી ઓ બાબતે પત્ર અને રૂબરૂ પણ સરકાર સમક્ષ સ્થાનિક પડતર માંગણી ઓ બાબતે રજૂઆતો કરાય છે પરંતુ કોઈ પરિણામ નહીં મળતા માછીમારોમાં કસવાટ શરૂ થયો છે તાજેતરમાં દરિયાઈ એમ્બ્યુલન્સની માંગણી કરી છે જેથી સમુદ્રમાં આકસ્મિત ઘટના બને તો તાત્કાલિક ખલાસી ને સારવાર મળી શકે ઉપરાંત અતિ મહત્વની રજૂઆત હાલ જાફરાબાદની બોટોમાં વાયરલેસ છે આ વાયરલેસ અતિ પવન વરસાદ વાવાજોડાના કારણે ખરાબ થવાથી વાંરવાર બંધ થયા છે જેના કારણે બોટો સમુદ્રમાં કેટલીક વખત અટવાય છે અને કેટલાક દિવસો પછી ફરી સંપર્કમાં આવે છે અને ઝડપથી બોટોમાં સંપર્ક નહીં થવાના કારણે બોટો દરિયા કાંઠે પોહચી શક્તિ પણ નથી જેના કારણે ભારે પરેશાની છે જાફરાબાદ બોટ એસોસિએશન દ્વારા સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે દરેક બોટને સેટેલાઇટ ફોન આપો જેથી બોટ અને માછીમાર ઈમરજન્સી દરિયા કાંઠે વતન પોહચી શકે જેથી ફરી આજે જાફરાબાદ બોટ એસોસિએશન દ્વારા માંગ ઉઠાવી છે ઉપરાંત હાલ બોટ એસોસિએશન દ્વારા બોટો નો સંપર્ક કરી રહ્યા છે પરંતુ વાયરલેસ ખરાબ હોવાને કારણે વાતાવરણના કારણે સંપર્ક નહીં થતા ચિંતા વધી શકે છે.