રાજુલા, નાગેશ્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના છેલણા-ટીંબી ગામ વચ્ચે નેશનલ હાઇવે રોડ પર રોડનુ કામ કરતી એગ્રો ઇન્ફ્રા ડેવલોપર પ્રાઇવેટ લીમીટેડ ના કોન્ટ્રાક્ટર/જવાબદાર વ્યક્તિ એ હાઇવે રોડ ઉપર ડાઇવર્ઝન તથા રોડ ક્લોઝ માટેના યોગ્ય સાઇન બોર્ડ નહી રાખી ધુડ ના પાળા કરી માનવ જીંદગી જોખમાય તે રીતે બેદરકારી ભર્યુ ક્રૂત્ય કરેલ હોય આ જગ્યા એ જાફરાબાદ તાલુકાના પીછડી ગામના રહીશ અશોકભાઇ ધનજીભાઇ ખુંટ ઉ.વ.48 વાળા પોતાનુ મો.સા. પેશન પ્રો જેના રજી નં. જીજે-5-જીએલ-3939 નુ ચલાવી નિકળતા આ ધુડના પાળા પર ચડી જતા રોડ પર પડી જતા માથા મા ગંભીર ઇજા થતા મોત નિપજતા મરણ જનારના ભાઇ જગદિશભાઇ ધનજીભાઇ ખુંટ ઉ.વ.43 રહે.પીછડી તા.જાફરાબાદ જિ.અમરેલી વાળાની ફરીયાદ પરથી નેશનલ હાઇવે રોડનુ કામ કરતી એગ્રો ઇન્ફ્રા ડેવલોપર પ્રાઇવેટ લીમીટેડ ના કોન્ટ્રાક્ટર/જવાબદાર વ્યક્તિ વિરૂધ્ધ IPC કલમ-304(અ) મુજબ ગુન્હો દાખલ કરી જે બનાવ અનુસંધાને મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ ની સુચના તેમજ સાવરકુડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબનાઓ ના માર્ગદર્શન મુજબ આગળની તપાસ પી.એસ.આઇ. શ્રી કે.એસ.ડાંગર નાઓ ચલાવી રહેલ છે. આજરોજ જાફરાબાદના પીંછડી ગામના અશોકભાઈ ખૂંટનું અકસ્માત થતા તાત્કાલિક ધારાસભ્ય હીરાભાઇ સોલંકી ઘટનાસ્થળે ટીમ સાથે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.