અમરેલી,
જાફરાબાદ તાલુકાના દુધાળા ગામે રહેતા લાલાભાઈ ભાણાભાઈ શીયાળ ઉ.વ.45 અને તેમના ઘરના સભ્યો તા.23-6 ના સવારે 10:30 થી 12:00 વાગ્યા દરમ્યાન ઘરને તાળુ મારીને વાડીએ ગયેલ હોય.તે દરમ્યાન કોઈ તસ્કરોએ ઘર તથા પટારાને મારેલ તાળા તોડી પટારામા રાખેલ રોકડ રૂ/-3,00,000 તેમજ સોનાના દરદાગીના રૂ/-1,50,000 મળી કુલ રૂ/- 4,50,000 ની ચોરી કરી ગયાની નાગેશ્રી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પી.એસ.આઈ. કે.એસ. ડાંગર ચલાવી રહયા છે.