રાજુલા,
જાફરાબાદ નજીક નર્મદા સિમેન્ટ કંપનીનાં યુનીટ હેડની કાર ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા સામાન્ય ઇજાઓ થઇ છે આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બાબરકોટ ગામના પાટીયા તરફ અનિલ કુમાર શુક્લા,શ્રી ગિરલાપ્રસાદ શુક્લા ઉં.વ.57 ધંધો. નોકરી રહે.જાફરાબાદ ક્વાર્ટર નર્મદા કોલોની તા.જાફરાબાદ જી.અમરેલી મૂળ રહે.બડી બદ્રી તર્પસિલ મોર જી..રીવા થાણા બેયકુન્ઠપુર (એમપી) ઉપર બે અજાણ્યા શખ્સોએ ફરીયાદી તથા સાહેદ કંપનીની ઇનોવા કાર લઇ અલ્ટ્રાટેક કંપનીમાંથી જાફરાબાદ કોલોની તરફ આવતા હતા તે દરમ્યાન તપોવન ટેકરીથી બાબરકોટના પાટીયાની વચ્ચે કોઇ બે અજાણ્યા ઇસમોએ ફરી.ની ગાડી ઉપર છુટા પથ્થ્રના ઘા કરી હુમલો કરી ગાડીના વચ્ચેના દરવાજાનો કાચ તોડી ફરી.ને કપાળના ભાગે ઇજા કરી તેમજ ગાડીને નુકશાન કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા અંગે ફરિયાદ જાફરાબાદ ટાઉનમાં દાખલ કરી પીએસઆઇ શ્રી પી.વી.પલાસે તપાસ હાથ ધરી .