જાફરાબાદ નજીક પીપળીકાંઠામાં લાલબત્તી વિસ્તારનો પિવાનાં પાણીનો પ્રશ્ન હલ થશે

  • શ્રી હિરાભાઇ સોલંકી અને ચેતનભાઇ સહિતની મુખ્ય મંત્રીને રજુઆત સફળ

રાજુલા,જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામ ના લોકો ખાસ કરીને આઠ મહિના જાફરાબાદ ના પીપળી કાઠા પરા લાલ બત્તી વિસ્તારમાં અંદાજે ચારથી પાંચ હજાર જેટલા લોકો માછલીઓ કિસિંગ ના ધંધા સંકળાયેલા છે માટે અહીં ઝૂંપડાઓ બનાવી વસવાટ કરે. શાળબેટ ના લોકો માત્ર કોળી જ્ઞાતિના જ હોય છે આઠ મહિના સામાકાંઠા માં જ રહી અને કિસિંગ નો ધંધો કરે છે અને અહીંથી દરરોજ ખલાસી ની કામગીરી તેમજ માછલા સૂકવવા વહાણ કે ટ્રકમાં ભરવા સૂકવવા માટે કામે જાય છેપોતાનું ગુજરાન ચલાવે છે મજૂરીકામ માટે આઠ મહિના લાલ બત્તી વિસ્તારમાં ની રોજીરોટી પ્રાપ્ત કરે છે તેના બાળકો પણ પીપળી કાંઠા વિસ્તારમાં અભ્યાસમાં જાય છે અને આરોગ્યની સુવિધા પણ પ્રાપ્ત થાય છે પરંતુ પીવાના પાણી માટે મહત્વનો પ્રશ્ન હતો અહીં આ પ્રશ્ન પીવાનો હતી ગંભીર વર્ષોથી હતો પ ચાતવિસ્તાર હોવાથી પીવાનું પાણી મળતું હતું નહીં. અડધા કુટુંબના લોકો તો પાણી ભરવામાં જ આખો દિવસ રહેતા હતા વર્ષો જૂની માગણી ધ્યાને લઇ આ વિસ્તારમાં પાણીની ભયંકર તંગી છે અને લોકોને પીવાના પાણી માટે દૂર દૂર ત્યાં ભટકવું પડતું અમે રાત્રીના પણ કામે આવી ગયા પછી પાણી શોધવા જવું પડતું હતું અને માથે બેડાં લઈ અને પાણી ભરવું પડે છે તેવી ચોંકાવનારી રજૂઆતો શિયાળબેટ ગામના સરપંચશ્રી હમીરભાઇ શિયાળ તથા પરસોત્તમભાઈ બારીયા શીવાભાઈ માજી પટેલ ગીગાભાઈ અને ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ચેતનભાઈ શહીત હીરાભાઈ સોલંકી ને સાથે રાખી ગાંધીનગર નાયક મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી કુરજીભાઈ બાવળીયા રજૂઆતો કરી હતી આ પ્રશ્ન ખુબજ ગંભીર ગણી કુરજીભાઈ બાવળીયા પાણી વિભાગના સચિવ અધિક સહિતને ઘટતું કરવા કુરજીભાઈ બાવળિયે સૂચના આપી હતી જે ધ્યાને લઇ તાજેતરમાં સરકાર માં પાણી પુરવઠા અધિકારી દ્વારા ટેન્ડર પ્રક્રિયા માટે મોકલ્યા હતા આ અંગે નાયબ કાર્યપાલક જે કે ચૌધરી પૂછતાં જણાવ્યું રાજુલા અને અમરેલી. પાણી પુરવઠા ની કચેરી દ્વારા ખાસ કિસ્સા તરીકે પછાત વિસ્તાર પીપળી કાંઠાના લાલ બત્તી વિસ્તારને માંગણીને ધ્યાને લઇ 25 લાખના ખર્ચે પાઈપલાઈન નાંખવા દરખાસ્ત ખાસ તાત્કાલિક કરી ગાંધીનગર મોકલવામાં આવી છે વધુમાં પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરીએ જણાવ્યું કે અંદાજે દિવાળી પહેલા ટેન્ડરો બહાર પડી જશે અને તાત્કાલિક ધોરણે આ પાચાત વિસ્તારમાં પાણી મળે અને આરોગ્યની સુવિધાઓ થી લોકોને પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન સરકાર દ્વારા. હાથ ધરવામાં આવ્યા છે .આમ જાફરાબાદ ના સામા કાંઠે લાલ બત્તી વિસ્તારમાં પાણીની સુવિધા પ્રાપ્ત થશે તેનો યશ સરપંચ શ્રી હમીરભાઈ .ચેતન ભાઈ શિયાળ તથા કોળી સમાજના અગ્રણી શ્રી હીરાભાઈ સોલંકી સહિતે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા નાયબ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિતને રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતને સફળતા મળી છે સરકારે સિદ્ધાંતિક મંજૂરીની મહોર મંજૂરી આપી દીધી છે અને દિવાળી પછી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે અને આગામી વર્ષમાં જાફરાબાદના નજીક પીપળી કાંઠા વિસ્તારમાં લાલ બત્તી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થશે અને પીપળી કાંઠાના ચારબેટ વસવાટ કરતા લોકોને હવે આવતા વર્ષે પાણી ભરવા દુરદુર ભટકવું નહીં પડે તેમ ચેતનભાઇ શિયાળ જણાવ્યું હતું.