જાફરાબાદ નજીક સોખડામાં સાસરીયાના ત્રાસથી પરણીતાએ એસીડ પી આપઘાત કર્યો

અમરેલી,
જાફરાબાદ તાલુકાના નાગેશ્રીના સોખડા ગામે રહેતી રવિનાબેન ભાવેશભાઇ વરૂ નામની યુવતીએ એસીડ પી આપઘાત કરતા તેણીના સાસરીયા સામે તેણીની માતાએ પોતાની પુત્રીને મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ધારીના ભાડેર ગામના સોનુબેન બિચ્છુભાઇ વાળાએ નોંધાવેેલી ફરિયાદ અનુસાર તેણીની દિકરી રવિનાના સવા એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને રસોઇ તથા ઘરકામ પ્રશ્ર્ને પતિ ભાવેશભાઇ જીલુભાઇ વરૂ, સાસુ રેખાબેન જીલુભાઇ વરૂ અને ઉમાબેન જીલુભાઇ વરૂ મેણા ટોણા મારી શારીરીક માનસીક ત્રાસ દેતા હોય તેનાથી કંટાળી રવિનાબેને એસીડ પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ.